તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:મારામારીના કેસમાં 3ના જામીન, 1ના આગોતરા રદ

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન અથડાવવા મુદ્દે બબાલ થઇ’તી

શહેરમાં સામાન્ય બની ગયેલા મારામારીના બનાવો સામે અદાલતે લાલ આંખ કરી છે. ત્યારે મારામારીના કેસમાં સંડોવાયેલા અને હાલ જેલહવાલે રહેલા આરોપી પ્રતાપ હમીર પરમાર, દેવેન્દ્ર ઉર્ફે લાલો હમીર પરમાર, શિવભદ્રસિંહ ઉર્ફે છત્રપાલ ગિરિરાજસિંહ ગોહિલે જામીન પર છૂટવા તેમજ આ જ કેસમાં નાસતા ફરતા હરપાલસિંહ મહેશ ડોડિયાએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનને અદાલતે નામંજૂર કરી છે.

કેસની વિગત મુજબ, આરોપી પ્રતાપને અનિલ રિબડિયા સાથે વાહન અથડાવવાના મુદ્દે ઝઘડો થયા બાદ આરોપી પ્રતાપે અન્ય આરોપીઓ સાથે મળી ઘાતક હથિયારો સાથે અનિલ અને તેના કાકા જગદીશભાઇ રિબડિયા પર હુમલો કર્યો હતો. જે બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રતાપ, દેવેન્દ્ર ઉર્ફે લાલો, શિવભદ્રસિંહની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી હરપાલસિંહ ડોડિયા નાસતો ફરતો હતો. દરમિયાન જેલહવાલે રહેલા ત્રણ આરોપીએ જામીન અરજી અને ફરાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી.

જે અરજીનો સરકારપક્ષે રોકાયેલા સરકારી વકીલ અનિલ એસ.ગોગિયાએ વિરોધ કરી, આરોપીઓ અવારનવાર મારામારી કરવાની ટેવ ધરાવે છે. તેમજ તેઓ તે ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરી ગુના આચરતા હોય આરોપીઓના જામીન તેમજ આગોતરા જામીન રદ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી અદાલતે આરોપીઓની અરજીને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...