તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:રેલવે ભરતી કૌભાંડના બે આરોપીના જામીન નામંજૂર

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેતરપિંડી કરનાર સામે કોર્ટની લાલ આંખ

ભારતીય રેલવેમાં ક્લાર્ક તરીકેની નોકરી અપાવવાના બહાને બેરોજગારો યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લઇ છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા બિહારના આરોપી રાકેશકુમાર ભગત અને ઇકબાલ ખત્રીએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

કેસની વિગત મુજબ, આરોપીઓએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બેરોજગાર યુવાનોને રેલવેમાં ક્લાર્ક તરીકેની નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. એટલું જ નહિ બેરોજગાર યુવાનોને શંકા ન જાય તે માટે તેમને લખનૌ ખાતે ટ્રેનિંગમાં બોલાવી ત્રણ મહિના તાલીમ પણ આપતા હતા. આ ટ્રેનિંગ સેન્ટરમાં હિમાંશુ પાંડે, શશિપ્રસાદ ગુપ્તા, સુરજમૌર્યા તાલીમ આપતા હતા. આ ચીટર ટોળકીએ 14 બેરોજગાર યુવાનોને તેમની ચુંગાલમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા છે. બેરોજગાર યુવાનોને લઇ આવવાનું કામ આરોપી રાકેશકુમારનું હોય પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય રેલવેના ત્રણ બોગસ સિક્કા પણ કબજે કર્યા છે.

દરમિયાન જેલહવાલે રહેલા બંને આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારપક્ષે રોકાયેલા એપીપી પરાગ એન.શાહે અરજીનો વિરોધ કરી હાલ આ કેસની તપાસ ચાલુ હોય ત્યારે જો બંને આરોપીને જામીન પર છોડવામાં આવશે તો તે નાસી જવાની પૂરી સંભાવના છે. તેમજ ભારતીય રેલવેની પ્રતિષ્ઠાને આરોપીઓએ હાનિ પહોંચાડી હોય તેવા સંજોગોમાં તેમના જામીન રદ કરવા જણાવ્યું હતું. જે રજૂઆતને ધ્યાને રાખી અદાલતે બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...