તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:બે બાળકો પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનારના જામીન રદ, રૈયાધારમાં અગાઉ ધમકી આપી કૃત્ય આચર્યું હતું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના ગુનાને ધ્યાને રાખી કોર્ટે જામીન ફગાવ્યા

શહેરમાં સવા મહિના પહેલા બે બાળકોને ધમકી આપી સૃષ્ટિવિરેદ્ધનું કૃત્ય આચરનાર બાળ આરોપીની જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. રૈયાધારમાં રહેતા બાળ આરોપીએ અન્ય એક શખ્સ સાથે મળી ગત તા.13-10ના રોજ પાડોશમાં રહેતા 13 અને 11 વર્ષના બાળકોને ઘઉંના ગોડાઉન પાછળ પાણીના ખાડામાં નહાવાના બહાને લઇ જઇ આરોપીઓએ બંને બાળકો સાથે બળજબરીથી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું અને જો બનાવ અંગે કોઇને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભોગ બનેલા બંને બાળકોને દુખાવો થતા તેઓ ડરી ગયા હતા અને કોઇને વાત કરી ન હતી, પરંતુ ત્રણ દિવસ બાદ ફરી આરોપીઓ બંનેને બોલાવતા બાળકો ડરીને પરિવારને વાત કરી હતી. જેથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે કૃત્ય આચરનાર બાળ આરોપી સહિતનાઓને પકડી જેલહવાલે કર્યા હતા. જેલહવાલે રહેલા બાળ આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી. જેનો સરકારી વકીલ અનિલ ગોગિયાએ વિરોધ કરી, આરોપી સામે સમાજ વિરોધી ગુનો હોય અને ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હોય જામીન પર છોડાશે તો બાળકોને તેમજ તેના પરિવારને ડરાવી ધમકાવવાની કોશિશ કરે તેવી શક્યતા હોય જામીન રદ કરવા રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલને ધ્યાને રાખી સ્પે.જજ કે.ડી.દવેએ વિકૃત માનસ ધરાવતા બાળ આરોપીના કૃત્યને ધ્યાને રાખી જામીન અરજી નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...