તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:કોવિડ વોર્ડમાં બેડ અપાવવાના કૌભાંડમાં બે આરોપીના જામીન રદ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાકાળમાં ગુનાહિત કૃત્ય કરનાર સામે કડક વલણ

કોરોનાના દર્દીઓને બેડ અપાવી દેવાના અવેજમાં આર્થિક લાભ મેળવી ગુનાહિત કૃત્ય કરવાના ગુનામાં પકડાયેલા જગદીશ ભરત સોલંકી અને હિતેષ ગોવિંદ મહીડાએ કરેલી જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે.

સિવિલમાં કાર્યરત કોવિડમાં બેડ મેળવવા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દર્દીઓની લાઇનો હતી. ત્યારે કોવિડમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતા આરોપી જગદીશ અને હિતેશે મહામારીમાં રૂપિયા કમાવવાના ઇરાદે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દર્દીઓના પરિવારજનોને મળી રૂ.9 હજારમાં તાત્કાલિક બેડ અપાવી દેવાની વાત કરતા હતા.

આ સમયે એક દર્દીના પરિવાર પાસેથી બંનેએ બેડ અપાવી દેવાની સામે રૂ.9 હજાર મેળવ્યા હતા. જે કૌભાંડનો પર્દાફાશ હોસ્પિટલના આરએમઓએ બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

દરમિયાન જેલહવાલે રહેલા બંને આરોપીએ જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી સામે સરકારી વકીલ એમ.એસ.જોષીએ વિરોધ કરી બંને સામેના પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાને રાખી અદાલતે બંને આરોપીએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તેવા સમયે બંનેને જામીન પર મુક્ત કરવા યોગ્ય ન હોવાનું જણાવી બંને ના જામીન નામંજૂર કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...