તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણના ગુનામાં ત્રણ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મદદ કરનાર ફરાર મહિલાની આગોતરા જામીન અરજીને કોર્ટે મુલતવી રાખી

રાજકોટના રૈયા રોડ, શિવપરામાં રહેણાક મકાનમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપરીક્ષણના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી સરોજ ડોડિયા, અજય દેવરાજ જાવિયા, ભૌતિક હિંમત ઘાડિયાને પકડી પાડ્યા હતા. દરમિયાન પકડાયેલા મહિલા સહિતના ત્રણેય આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ ગુનામાં નાસતી ફરતી હેતલબા ઝાલા નામની મહિલાએ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી છે.

પોલીસે બાતમી મળ્યા બાદ ડમી ગ્રાહક મોકલી ગેરકાયદેસર પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા સમયે પોલીસે સરોજ ડોડિયાની ધરપકડ કરી હતી. જ્યારે તેની સાથેની હેતલબા ઝાલા નાસી ગઇ હતી. સરોજ ડોડિયાની પૂછપરછ કરતા ગર્ભપરીક્ષણ માટેના સોનોગ્રાફી મશીન અજય જાવિયા અને ભૌતિક ઘાડિયા પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે બંને શખ્સને ઝડપી લઇ ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીના રિમાન્ડ પૂરા થયા બાદ જેલહવાલે કરાયા હતા.

બાદમાં જેલહવાલે રહેલા ત્રણેય આરોપીએ જામીન અરજી, જ્યારે ફરાર મહિલા હેતલબા ઝાલાએ પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીનો જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે.વોરાએ, કૃત્ય ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ હત્યા સમાન છે.

તેવા સમયે આ કેસમાં મહિલા આરોપી ધો.12 પાસ પણ નથી છતાં ગેરકાયદેસર રીતે મશીન વસાવી ગર્ભપરીક્ષણ તેમજ સ્ત્રીભ્રૂણની હત્યા કરવાનું કૃત્ય કર્યું છે. જો આવા સમાજ વિરોધી ગુનેગારોને જામીન પર છોડવામાં આવે તો તેઓ ફરીથી આવું કૃત્ય શરૂ કરે તેવી પૂરી સંભાવના હોય ત્રણેય આરોપીના જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી અદાલતે ત્રણેય આરોપીની જામીન અરજીને ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...