તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં અવારનવાર પ્રામાણિકતાના કિસ્સા સામે આવે છે. ત્યારે શહેરમાં વધુ એક રાહદારીની પ્રામાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે. મકાનના સામાનની હેરફેર કરતી વખતે યુવાનનો 5.50 લાખ રૂપિયા ભરેલો થેલો રસ્તામાં પડી ગયો હતો. આ થેલો રાહદારીને મળ્યો હતો. રાહદારીએ પોતાના શેઠને જાણ કરી હતી. બાદમાં શેઠે પોલીસને જાણ કરી આ થેલો તેના મૂળ માલિક સુધી પહોંચાડ્યો હતો.
7 એપ્રિલના રોજ થેલો રસ્તામાં પડી ગયો હતો
શહેરના માધવ પાર્ક પાસે શ્યામલ સિટીમાં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા 7 એપ્રિલના રોજ પોતાના ઘરનો સામાન અન્ય મકાને હેરફેર કરતા હતા. આ દરમિયાન તેઓએ રોકડ રૂ.5.50 લાખ એક કાળા થેલામાં રાખ્યા હતા. આ થેલો સામાન ફેરવતી વખતે રસ્તામાં પડી ગયો હતો. આ રોકડ રૂપિયા ભરેલો થેલો વગડ ચોકડી પેટ્રોલપંપ પાસેથી રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડને મળ્યો હતો. તેઓએ પોતાના શેઠ સિદ્ધી ગ્રુપના પપુભાઇ મહેતાને જાણ કરતા પપુભાઈ મહેતાએ ડીસીપી મનોહરસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.
રાહદારીને પોલીસે પ્રશંસાપત્ર આપ્યું
પોલીસે મૂળ માલિકને શોધી કાઢી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આથી મૂળ માલિક મયુરભાઇ રજનીકાંતભાઇને તમામ રોકડ રકમ પરત આપી ખૂબ જ ઇમાનદારીનુ ઉમદા કાર્ય મુકેશભાઇ ભીખુભાઇ ડોડએ કર્યુ હતું. આ કાર્ય બદલ તેઓને ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ જે.વી.ધોળા તરફથી પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.