ભ્રૂણ ફેંકી દીધાની શંકા:નાકરાવાડી નજીક શ્વાનના મોંમાંથી બાળકીનું ભ્રૂણ મળ્યું, જાગૃત નાગરિકે શ્વાન પાસેથી ભ્રૂણ છોડાવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​હોસ્પિટલના કચરામાં ભ્રૂણ ફેંકી દીધાની શંકા

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નાકરાવાડીમાં આવેલા મનપાના ગાર્બેજ પ્લાન્ટ નજીક શ્વાનના મોંમાંથી લોકોએ બાળકીનું ભ્રૂણ છોડાવ્યું હતું, પોલીસે ભ્રૂણને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યું હતું, કોઇ ખાનગી હોસ્પિટલમાંથી ભ્રૂણ કચરામાં ફેંકાયાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી.

નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટ નજીકથી રવિવારે સવારે એક શ્વાન ભ્રૂણ લઇને જતું હોવાનું દૃશ્ય દેખાતા ત્યાં હાજર એક જાગૃત નાગરિકે પથ્થરમારો કરી શ્વાનના મોંમાંથી ભ્રૂણ છોડાવ્યું હતું, અને ઘટના અંગે જાણ કરતાં કુવાડવા પોલીસની ટીમ દોડી ગઇ હતી.

કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ ઝણકાંતે જણાવ્યું હતું કે, ભ્રૂણ પરથી માટી મળી આવી હતી તો ભ્રૂણને કોઇએ ખાડામાં દાટ્યું હોય અને શ્વાન તે ખોદીને બહાર લાવ્યું હોય તેવી શંકા છે તેમજ શહેરમાંથી ટીપરવાનમાં જે કચરો આવે છે તે કચરામાંથી ભ્રૂણ આવ્યાની પણ શંકા નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...