તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઘોડાને હથિયાર વેચનાર બબલુ તમંચો અને કારતૂસ સાથે પકડાયો

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઉત્તરપ્રદેશના બબલુને બે દિવસના રિમાન્ડ પર લેવાયો

શહેરના મનહર પ્લોટમાંથી હથિયાર સાથે પકડાયેલા શખ્સને હથિયાર વેચનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે વધુ એક હથિયાર તેમજ જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે. રવિવારે વિજય પ્લોટના હિતેષ ઉર્ફે ઘોડો પ્રવીણ સોલંકીને દેશી બનાવટની પિસ્તલ તેમજ બે જીવતા કારતૂસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને શાપર રહેતા અને કલરકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ગુડડન ઉર્ફે બબલુ હબીબખાન પઠાણ નામના શખ્સ પાસેથી 10 હજારમાં ખરીદી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે ગુડડન ઉર્ફે બબલુને પણ દેશી બનાવટના તમંચો અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. દોઢ વર્ષથી શાપરમાં રહી મજૂરીકામ કરતા ગુડડન ઉર્ફે બબલુની પૂછપરછમાં તે વતનમાં રહેતા તેના ફૂવા બશીરખાન બદલુખાન પઠાણ પાસેથી બે હથિયાર લાવી અહીં વેચવા લઇ આવ્યો હતો. બે પૈકીનું એક હથિયાર હાર્દિક ઉર્ફે ઘોડાને વેચ્યું હતું. જ્યારે બીજું હથિયાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત આપી છે. પોલીસે હિતેષ અને બબલુની ધરપકડ બાદ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે હિતેષ ઉર્ફે ઘોડાને જેલહવાલે કરવાનો અને બબલુને તા.10 સુધીના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો