તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉલ્ટી ગંગા:ત્રણ-ત્રણ લગ્ન કરી ચૂકેલી પત્ની તથા રાજકોટની મહિલા ASIના માનસિક ત્રાસથી યુવકે ઝેર પીધું

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • માનસિક ત્રાસ ગુજારી રૂ.15 લાખની માંગણી કરતા હોવાનો મોટાભાઈનો આક્ષેપ
  • આ પહેલા ત્રણ લગ્ન કર્યા અને ત્રણેય પાસેથી પૈસા પડાવ્યાઃ પીડિતના મોટાભાઈ

રાજકોટમાં આજે ઉલ્ટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળ બાબરાના ખોરખાણા ગામના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના ત્રાસથી કંટાળી આજીડેમ બગીચામાં મોનોકોટો દવા પી આપઘાતનો પ્રયાસ કરતા કર્યો હતો. જેમાં યુવકના ભાઈ દ્વારા બન્ને મહિલાઓ વિરુદ્ધ રૂ.15 લાખની માંગણી કરતા હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. હાલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આજીડેમ પોલીસે યુવકને ત્રાસ આપનાર તેની પત્ની સહિત સાસરિયા સામે આપઘાત કરવા ફરજ પાડવા અંગેનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

રૂ.15 લાખ સમાધાન પેટે આપવાની ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બાબરાના ખોરખાણા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મોહિત મનસુખભાઇ રાંક નામના પટેલ યુવકે આજે સવારે આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોતાના મોટા ભાઈ દિનેશ રાંકને ફોન કરીને જાણ કરી હતી.આ અંગે યુવકના મોટાભાઈ દિનેશ રાંકે જણાવ્યું હતું કે, આજે મારા નાનાભાઈનો ફોન આવ્યો હતો કે મહિલા પોલીસ અને તેમની પત્ની મીનાક્ષી તેમને પરેશાન નહિ કરે, રૂ.15 લાખ સમાધાન પેટે આપવા નહિ પડે, માટે ઝેરી દવા પીધી છે. આટલું કહીને ફોન કાપી નાખ્યો હતો.જેથી હું પરિવારજનો સાથે તુરંત આજીડેમના બગીચે પહોંચીને મોહિતભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

ASI યુવકને પોલીસ સ્ટેશન બોલાવી માનસિક ત્રાસ આપતા
વધુ દિનેશભાઈ રાંકે જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પૂર્વે મારા ભાઈએ મીનાક્ષી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.હાલ તેની પત્ની મીનાક્ષી લોધિકામાં માવતરે રહે છે. અને 20 દિવસ પહેલા છૂટાછેડા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી હતી. અરજીના કામે ASI નસરિમબેન બેલીમ મારા ભાઈ મોહિતને બોલાવી માનસિક ત્રાસ આપતા હતા. પત્ની સાથે છૂટાછેડા કરવા માટે રૂ.15 લાખની માંગણી કરતા હતા.

આજીડેમ પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી
અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મારા ભાઈ મોહિતે તેની પત્ની મીનાક્ષી તથા સાસરિયાના ત્રાસથી કંટાળી આજે સવારે મોનોકોટો પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.લગ્ન બાદમાં અમને ખબર પડી કે મીનાક્ષી અગાઉ પણ ત્રણ લગ્ન કરી ચુકી છે. અને એ ત્રણેય ઘરવાળા પાસે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી પૈસા પડાવ્યા છે. આમ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીની પણ મિલીભાગત છે. મારા ભાઈ મોહિત રાંકને મરવા મજબૂર કરનાર પત્ની મીનાક્ષી સહિત ત્રાસ આપનાર મહિલા એ.એસ.આઈ સામે ગુનો નોંધવામાં આવે. હાલ આજીડેમ પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...