તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નફ્ફટાઈ:B-ગ્રેડ યુનિવર્સિટીની D-ગ્રેડની છેતરપિંડી; હજુ A-ગ્રેડનો મોહ છૂટતો જ નથી, ગ્રેડ જાહેર થયાના દોઢ મહિને પણ સુધારો ન કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભોપાળાની તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભોપાળાની તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક ઇન્સ્પેક્શનમાં ‘બી’ ગ્રેડ મળી ગયો તેને અત્યાર સુધીમાં દોઢ મહિનો થવા છતાં યુનિવર્સિટીએ હજુ સુધી પરિપત્રો, અહેવાલો, નોટિસ, કવર, ડાયરી સહિતના દસ્તાવેજોમાં ‘એ’ ગ્રેડ જ યથાવત્ રાખ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણે ‘એ’ ગ્રેડનો મોહ હજુ સુધી છૂટતો ન હોય તેમ યુનિવર્સિટીના મોટાભાગના દસ્તાવેજોમાં હજુ ‘ગ્રેડ A બાય નેક (થર્ડ સાઇકલ)’ જ છાપવામાં આવી રહ્યું છે.

તમામ ડોક્યુમેન્ટ્સ પર હજુ ‘એ’ ગ્રેડ યથાવત્
23 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા ‘બી’ ગ્રેડ આપવામાં આવ્યો હતો. ગ્રેડ મળ્યાના ગણતરીના દિવસોમાં યુનિવર્સિટીએ પોતાની વેબસાઈટ, પરિપત્રો, ડોક્યુમેન્ટ, અન્ય દસ્તાવેજોમાં ગ્રેડ સુધારી લેવો પડે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી મોટાભાગના દસ્તાવેજોમાં ‘એ’ ગ્રેડ જ યથાવત્ રાખ્યો છે.

માત્ર માર્કશીટમાં જ સુધારો કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેક પીયર ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા માટે આવી હતી. ત્રણ દિવસના ઇન્સ્પેક્શન બાદ માત્ર ત્રણ જ દિવસમાં નેક દ્વારા યુનિવર્સિટીને ‘બી’ ગ્રેડ જાહેર કરી દેવાયો હતો. શરૂઆતમાં નેકની ‘એ’ ગ્રેડની થર્ડ સાઇકલની સમયમર્યાદા પણ પૂર્ણ થઇ ગઈ હોવા છતાં અત્યાર સુધી યુનિવર્સિટી દરેક ડોક્યુમેન્ટમાં ‘એ’ ગ્રેડ દર્શાવતી હતી. નવું ગ્રેડેશન ન આવે ત્યાં સુધી જૂનો ગ્રેડ દર્શાવી શકવાનું સત્તાધીશો દર્શાવતા હતા પરંતુ જ્યારે નવો ગ્રેડ ‘બી’ જાહેર થઇ ગયો તેને પણ દોઢ મહિનો થવા છતાં હજુ સુધી માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં જ સુધારો કરીને ‘બી’ ગ્રેડ કરાયો છે. બાકીમાં મોટાભાગના દસ્તાવેજોમાં હજુ પણ ‘એ’ ગ્રેડ જ રખાયો છે.

અન્ય સમાચારો પણ છે...