તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Azaz Gang: Online Investigation Of Crimes Committed In Other States, Investigation Of Crimes Registered Under GujSitok Gained Momentum

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:એઝાઝ ગેંગ : અન્ય રાજ્યોમાં કરેલા ગુનાની ઓનલાઇન તપાસ, ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનાની તપાસને મળ્યો વેગ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેલમાંથી 4 આરોપીનો મંગળવારે સંભવત કબજો લેવાશે

ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ ઇમ્તિયાઝ ઉર્ફે લાલા ગેંગ બાદ શહેરમાં બીજો ગુનો એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી સહિત ગેંગના 11 શખ્સ સામે નોંધાયો છે. ફરિયાદને પગલે પોલીસે મિરજાદ ખીયાણી, સરતાજ ઉર્ફે રાજન ખીયાણી, માજિદ ઉર્ફે પપ્પુ જુણાચ, ઇમરાન મેણુ, માજિદ ભાણુ અને મુસ્તફા ખીયાણીને ઝડપી લઇ ધરપકડ કરી છે.આ ટોળકીમાં અન્ય સાગરીતોની સંડોવણી છે કે કેમ તે વિગતો બહાર લાવવા માટે છએય આરોપીને દસ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. આ ગુનાનો સૂત્રધાર એઝાઝ ઉર્ફે ટકો હાલ ફરાર છે. જ્યારે રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફે ભૂરો, શાહરુખ ઉર્ફે રાજા જુણેજા જેલમાં હોય તેમનો ટ્રાન્સફર વોરંટથી સંભવત મંગળવારે કબજો લેવામાં આવશે તેમ ગુજસીટોક હેઠળ નોંધાયેલા આ ગુનાની તપાસ ચલાવી રહેલા એસીપી પી.કે.દિયોરાએ જણાવ્યું છે.

એસીપી દિયોરાએ જણાવ્યું કે, આરોપીઓએ અનેક ગુનાઓ આચરી શહેરમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ત્યારે ટોળકીએ સંગઠિત ગુના આચર્યા બાદ વસાવેલી મિલકતોની દિશામાં તપાસ કરવા માટે તમામ આરોપીઓના રેકોર્ડ મગાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં 76 જેટલા ગંભીર ગુના આચર્યા છે. ત્યારે એઝાઝ ઉર્ફે ટકાએ કે તેના સાગરીતોએ રાજ્યના અન્ય શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ગુના આચર્યા છે કે કેમ તે વિગતો મેળવવા ઓનલાઇન તપાસ હાથ ધરાઇ છે. ગેંગનો સૂત્રધાર એઝાઝ ઉર્ફે ટકો હાલ ફરાર હોવાથી તે ક્યાં છે અથવા તો ક્યાં આશરો મેળવ્યો છે.

તે જાણવા રિમાન્ડ પર રહેલા છએય આરોપીની પૂછપરછ ચાલી રહી છે. રંગીલુ રાજકોટ ગુનામુક્ત બને તેમાટે પોલીસ તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે ગુજસીટોક હેઠળ જે આરોપીઓ નાસતા ફરતા જોવા મળે છે. તેણે વિણી વિણીને તેઓ પર આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એવી જ રીતે જે ગુનેગારે ગુજસીટોક હેઠળ શહેરમાં ગુના આચર્યા હોય અને રાજ્ય બહાર પણ જો ગુનાહિત ઇતીહાસ ધરાવતા હોય તેના ઉપર પણ પોલીસ તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

આ પગલાના ભાગરૂપે ગુજસીટોક હેઠળ થતી તપાસ હવે માત્ર શહેર પુરતી જ સિમિત નહીં પરંતુ રાજ્ય બહાર પણ કરવામાં આવશે. જેમાં પોલીસ ઓનલનઇ સિસ્ટમનો મહત્ત્વપુર્ણ ઉપયોગ કરશે. એઝાઝ ગેંગ અંગે જો વાત કરવામાં આવે તો આ ગેંગના ચાર આરોપીઓ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેઓના ટ્રાન્ફર વોરંટ હાલ ઇસ્યું કરવામાં આવ્યા છે. જે અંગે પોલીસ સંભવત મંગળવારે તેનો કબજો લેશે અને આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો