તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર:પ્રેગ્નન્સીના 6 મહિના થયા છતાં નગરપીપળિયામાં ફરજને પ્રાધાન્ય આપે છે આયુષ મેડિકલ ઓફિસર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઈ પણ તકલીફ મક્કમતા અને નિષ્ઠા સામે ટકતી નથી તે ઉદાહરણ ફરી ચરિતાર્થ થયું. - Divya Bhaskar
કોઈ પણ તકલીફ મક્કમતા અને નિષ્ઠા સામે ટકતી નથી તે ઉદાહરણ ફરી ચરિતાર્થ થયું.

કોવિડકાળમાં ઘણા એવા ફ્રન્ટલાઈન કર્મીઓ છે, જેઓએ અનેક તકલીફો હોવા છતાં પોતાના કામને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે રાજકોટના લોધિકા તાલુકા હેઠળ આવતા નગરપીપળિયાની આયુષ મેડિકલ ઓફિસર ડો.ક્રિષ્ના બકરાણિયા સતત માર્ચ 2020થી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં એક પણ દિવસની રજા લીધા વગર પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે, તો સામે તેઓએ 6 માસના ગર્ભ સુધી અવિરત કોવિડ કામગીરી કરી હતી, અને ગામનું પીએચસી કેન્દ્ર એકલા હાથે સંભાળ્યું હતું. ત્યારે તેઓને કોવિડ સંક્રમણ લાગતા મેડિકલ લીવ પર માત્ર 20 દિવસ રહી ફરી ફરજ પર હાજર થયા છે. સગર્ભા તબીબ સાથે વાતચીત થતા તેઓએ કહ્યું હતું કે, હાલ જે મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પોતાની તબિયતની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરવી જરૂરી છે અને આગળ પણ અવિરત તેઓ સેવા કરશે. તેઓએ 6 માસના ગર્ભ સુધી ફરજને પ્રાધાન્ય આપ્યું હતું અને પોતાની ફરજ બજાવી હતી.

બીજી તરફ તેઓએ એમ પણ કહ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો પણ તેઓના નિર્ણય પર સહમત છે અને ફરજ યથાવત્ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, તે 30 વર્ષના છે અને તેમના લગ્નજીવનને 3 વર્ષનો સમય થયો છે. પ્રથમ પ્રેગનન્સી હોવાના કારણે તેઓને થોડા કોમ્પ્લીકેશન અચૂક થશે પણ તેનાથી ડર્યા વગર લોકોની સેવા કરવી ખૂબજ જરૂરી છે. ગામડાંમાં હોવાથી કામગીરીનું ભારણ પણ વધુ રહેતું હોય છે, જેમાં પીએચસી હેઠળ આવતા ગામોમાં લોકોને રસીકરણ માટે અવગત કરાવા, સાથોસાથ મિટિંગના સમયે અચૂક હાજરી આપવી તથા કોવિડ થયેલા દર્દીઓનું ધ્યાન રાખવું અને તેની તપાસ કરવી.

તે સમયે સ્ટાફના સહકર્મીઓ પણ અનેક વખત કહે કે આ સમયે આપે ખૂબજ તકેદારી રાખવી જોઈએ કારણ કે, આપ સગર્ભા છો જેથી બાળકનું સ્વાસ્થ્ય પણ જાળવવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, પ્રેગ્નન્ટ હોવાથી પીપીઈ કિટ, માસ્ક પહેરવા છતાં પણ કોવિડ થવાનો ડર રહે છે અને અન્ય કોઈ ચેપ લાગવાનો પણ ડર લાગે છે, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે, તે ચિત્ર સામે આવતા જ તમામ ડર ચાલ્યો જાય છે. અને લોકોને બચાવા માટેની હિંમત પણ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...