તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડામાં કોરોના ઘૂસ્યાના આ રહ્યાં તારણો:કોરોના પ્રત્યેની જાગૃતિનો અભાવ અને સામાજિક લાંછનનો ભય, સમયસર ટેસ્ટિંગ ન થતા સંક્રમણ વધ્યું અને સારવાર ન મળતા મૃત્યુ વધ્યા

રાજકોટ2 દિવસ પહેલા
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હસમુખ ચાવડાનો સ્ટડી રિપોર્ટ
  • રોગ વિશે જ્ઞાનના અભાવને કારણે ભય અને અસ્વસ્થતા સામાજિક લાંછન તરફ દોરી જાય છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હસમુખ એમ.ચાવડાએ ગામડામાં કોરોના કંઇ રીતે ઘૂસ્યો તે અંગે સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામ્ય પ્રજા સામાજિક એકલતાથી જીવી શકે એમ નથી માટે તેઓ પોતે સમાજમાં અછૂત ન બની જાય માટે કોરોના ટેસ્ટિંગ અને સારવાર લેવાનું ટાળે છે. જેનું ભયાનક પરિણામ આપણે જોઈ રહ્યાં છીએ. હમણાં હમણાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વકરતા વધુ ભયાનક પરિણામોનો સામનો આપણે કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સુવિધાઓનો અભાવ પણ આવા પરિણામ માટે જવાબદાર છે તેવું કહી શકાય. જેના કારણે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળ્યો છે.

સમાજ અમારો તિરસ્કાર કરશે તો? આ ભય ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે
સામાજિક લાંછનનો અંગ્રેજી અર્થ થાય છે સોશિયલ સ્ટીગ્મા(Social Stigma). સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દૂર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે. સામાજિક લાંછન એ એક નકારાત્મક વલણના સ્વરૂપમાં લોકોના કોઈ જૂથ, સ્થળ કે રાષ્ટ્ર સામે એક પ્રકારનો ભેદભાવ છે. જેમ કે કોવીડ-19 રોગચાળો એ લોકો અને સમુદાયો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. રોગ વિશે જ્ઞાનના અભાવને કારણે ભય અને અસ્વસ્થતા સામાજિક લાંછન તરફ દોરી જાય છે. સમાજ અમારો તિરસ્કાર કરશે તો? એ ભય ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હસમુખ એમ.ચાવડા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હસમુખ એમ.ચાવડા.

ગામડાના લોકોમાં આવા પ્રશ્નો મૂંઝવતા હોય છે
શહેરોમાં કોવિડ-19 વિશે થોડી જાગૃકતા હોવાને કારણે તેઓ સમયસર પોતાનું ચેકઅપ કરાવે છે અને સારવાર થકી પોતે સ્વસ્થ થતા જાય છે. પરંતુ ગ્રામ્ય સ્તરે કોવિડ-19 પ્રત્યેની શહેરની તુલનામાં જાગૃકતા ઓછી હોવાને કારણે લોકો આ બિમારીને છૂપાવી રહ્યાં છે. તેઓ પોતે ભય અનુભવી રહ્યાં છે કે આ બિમારી વિશે કોઇને જાણ થશે તો પોતાની સાથેના વ્યવહારો લોકો તોડી નાખશે તો? અમને કોઇ મદદ નહીં પહોચાડે તો? અમને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવશે તો? અમારા ઘરને સીલ કરવામા આવશે તો? પોતે હોસ્પિટલ જાશે અને અન્ય લોકોને કોવિડ પોઝિટિવ છે તેવી જાણ થશે તો? જેવા અનેક પ્રશ્નોના કારણે લોકો પોતે કોવિડ પોઝિટિવ છે તેવું સ્વીકારતા ખચકાટ અનુભવે છે. જેના કારણે લોકો પોતાનો સમયસર ઇલાજ કરાવતા નથી અને બિમારી જ્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે ત્યારે તેઓ હોસ્પિટલ પહોંચે છે કે જ્યારે તેમનું બચવું મુશ્કેલ હોય છે. કોવિડ-19 પ્રત્યેની આવી બેદરકારી મૃત્યુદરમાં વધારો કરે છે.

બિમારી પ્રત્યે ગામડામાં અજ્ઞાનતા.
બિમારી પ્રત્યે ગામડામાં અજ્ઞાનતા.

COVID-19 સાથે સંકળાયેલા લાંછનમાં ભાગ ભજવતા પરિબળો

  • કોવિડ-19 એક નવો રોગ છે તેથી લોકોમાં માહિતીનો અભાવ છે, જે સામાજિક લાંછનમા વધારો કરે છે.
  • લોકો ઘણીવાર અજાણી બાબત કે ઘટનાથી ડરતા હોય છે, જે સામાજિક લાંછનમાં વધારો કરે છે.
  • કોવિડ-19 પીડિત પરિવાર પ્રત્યે કરવામાં આવતો ભેદભાવ સામાજિક લાંછનમા વધારો કરે છે.
  • ભ્રામક વાતો, અફવાઓ સમાજમા ભય ફેલાવે છે જે સામાજિક લાંછનમા વધારો કરે છે.
  • કોવિડ-19 પીડિત વ્યક્તિના મૃત્યુના સમાચાર પણ સામાજિક લાંછનમા વધારો કરે છે.
  • કોવિડ-19 પીડિત વ્યક્તિની સારવાર કરતા કર્મચારીઓ કે ડોક્ટર જ્યારે કોવિડગ્રસ્ત થાય છે તે પણ લાંછનમા વધારો કરે છે.

સામાજિક લાંછનનાં પરિણામો

  • લાંછન સામાજિક સમાયોજનમાં દખલ કરી શકે છે જે રોગના ફેલાવાને વધારે અનુકૂળ હોય શકે છે.
  • સામાજિક લાંછનના કારણે રોગનો ફેલાવ થાય છે.
  • સામાજિક લાંછન નકારાત્મક વલણ તરફ દોરી જતા લોકોમાં ગભરાહટ, મૂંઝવણ, મનોભાર, ચિંતા અને ડર જોવા મળે છે.
  • કોરોના પ્રત્યે નકારાત્મક વલણ હોવાના કારણે લોકોમાં શારીરિક બાબતો પણ જોવા મળે છે. જેમ કે, હ્રદયના ધબકારા વધવા, પરસેવો નીકળવો, માથું દુખવુ, શરીરમાં ધ્રૂજારી વગેરે.
  • લાંછન નકારાત્મકતા ઉત્પન્ન કરતું હોવાથી ભાઇચારાની અને સબંધની ભાવનામાં ઉણપ આવે છે, જેથી કોરોના દર્દીની સારવાર કરવા માટે લોકો તેની નજીક આવવામા ખચકાટ અનુભવે છે.
  • સામાજિક લાંછન કોરોનાગ્રસ્ત લોકોને, તેમજ તેમની સંભાળ રાખનારા કુટુંબના સભ્યો, મિત્રો અને સમુદાયોને નકારાત્મક અસર કરી શકે છે.
  • જે લોકોને કોરોના રોગ નથી, પરંતુ જે સમુદાય સાથે અન્ય લાક્ષણિકતાઓ શેર કરે છે તેમને પણ લાંછન આવે છે.
ગામડામાં સારવારનો અભાવ હોવાથી મૃત્યુદર ઉંચો ગયો.
ગામડામાં સારવારનો અભાવ હોવાથી મૃત્યુદર ઉંચો ગયો.

સામાજિક લાંછન શુ કરી શકે ?

  • લોકોને તાત્કાલિક આરોગ્યની સંભાળ લેતા અટકાવે છે, જેનાથી રોગનો વિસ્તાર થાય છે.
  • સામાજિક લાંછન રોગને ફેલાવવા વાતાવરણ પુરૂ પાડે છે.
  • ​​​​​​​લોકોમા ખોટો ભય ઉત્પન્ન કરે છે.
  • ​​​​​​​દર્દીમા એક પ્રકારની માનસિક અસ્થિરતાની અસર ઉભી કરે છે જે દર્દીને સ્વસ્થ થવા માટે અનુકુળ હોતી નથી.
  • સામાજિક ભેદભાવને વધારી શકે છે અને લોકોમાં નેગેટિવિટી ફેલાવે છે.
  • ​​​​​​​લોકોને બીમારી છૂપાવવા માટે મજબૂર કરે છે, જેથી રોગનો વિસ્તાર થતો જાય છે.
  • ​​​​​​​લોકોને તંદુરસ્ત વર્તણૂક અપનાવવાથી નિરાશ કરે છે.
  • ​​​​​​​ફ્રન્ટલાઈન કર્મચારીઓને જવાબદારીઓ નિભાવવામાં ઘટાડો કરે છે.
  • આ સમસ્યા છે કે રોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ ભય અથવા ગુસ્સો પેદા કરીને લોકોને નુકસાન પહોંચાડે છે.

સામાજિક લાંછનને ઘટાડવાના કેટલાક સૂચનો

  • COVID-19 સાથે સંકળાયેલ સામાજિક કલંકને દૂર કરવું આવશ્યક છે, કારણ કે તે દર્દીની સારવારનાં કરવાના પ્રયત્નોને અવરોધે છે. દરેક વ્યક્તિ હકીકતોને જાણીને સમુદાયના અન્ય લોકો સાથે શેર કરીને COVID-19થી સંબંધિત લાંછન રોકવામાં મદદ કરી શકે છે.
  • યાદ રાખો કોવિડ-19થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે.
  • ​​​​​​​સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રમાણિક માહિતી જ અન્ય લોકો સાથે શેર કરવી જેથી ભ્રામક વાતો અને અફવાઓ પ્રમાણ ઘટે.
  • સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ શેર કરતા પહેલાં COVID-19 થી સંબંધિત કોઈપણ માહિતી વિશ્વસનીય સ્ત્રોત પ્રમાણે છે કે નહિ તે તપાસો.
  • આપણે જે અન્ય લોકો સાથે વાતચીત કરીએ છીએ તે બીજાના વર્તનને અસર કરી શકે છે તેથી કાળજીપૂર્વક શબ્દો પસંદ કરો જેથી કોરોના પ્રત્યેના લોકોના નકારાત્મક વલણમા સુધારો આવે અને આપણે સામાજિક લાંચનને ઘટાડી શકીએ.
  • ​​​​​​​વુહાન વાયરસ / ચાઇનીઝ વાયરસ જેવા શબ્દોનો ઉપયોગ ટાળીએ અને નવા કોરોના વાયરસ રોગ વિશે સાચી વાત કરીએ અને સત્તાવાર નામ- COVID-19નો ઉપયોગ કરીએ.
  • દર્દીઓ વિશે વાત કરો કે ‘COVID-19 ધરાવતા લોકો’, ‘COVID-19થી સ્વસ્થ થઈ રહેલા લોકો’. આ રોગ સાથે સંકળાયેલા લોકોને 'COVID-19 કેસ અથવા પીડિતો' તરીકે સંદર્ભ ન આપો.
  • COVID-19 ધરાવતા લોકોને વધુ લાંછન ન આવે તે માટે ચેપ લગાડતા અથવા ચેપ ફેલાવતા લોકો કહેવાનું ટાળીએ.
  • જેઓ COVID-19થી સ્વસ્થ થયા છે તેમની હાકારાત્મક વાતો શેર કરો. જેથી અસર ગ્રસ્ત લોકોના મનમા એક વિશ્વાસનો ભાવ ઉત્પન્ન થાય કે અમે પણ ઝડપથી સારા અને સ્વસ્થ થઇ જઇશું.
  • જીવન જરૂરી સેવાઓ પ્રદાન કરનારા લોકોના પ્રયત્નોની પ્રશંસા કરો અને તેમના અને તેમના પરિવારોના સમર્થક બનો.
  • આપણે નિવારક પગલાં, વહેલી સ્ક્રિનીંગ, પરીક્ષણ અને સારવારના મહત્વને પ્રોત્સાહિત કરવા અને સલામત રાખીને જેઓ સૌથી વધુ નબળા છે તેમને મદદ કરવા સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો