તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ:રાજકોટના વાહનચાલકોમાં 26મીથી આવી ટ્રાફિક અંગેની જાગૃતતા, 21 દિવસમાં રેકોર્ડબ્રેક એકપણ કેસ ન થયો!!

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસની આંખ અને સીસીટીવી કેમેરાની નજર સાફ થઇ કે ચૂંટણીમાં રાજકીય પક્ષને નુકસાન થાય નહીં તે માટે લાજ કાઢી લીધી
 • 2જી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ ફરીથી દરરોજના 3500 થી 4 હજાર ઇ-મેમો જનરેટ થાય તેવી શક્યતા

ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ લોકોના જીવની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે, કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માસ્ક પહેરવું જ પડશે, પોલીસનો ઇરાદો દંડ વસૂલવાનો નથી પરંતુ શહેરીજનોની સુરક્ષાનો છે આવી વાતો કરનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વાત શહેરીજનોના હૃદયમાં ઉતરી ગઇ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લાગ્યા કે ચૂંટણી આવતા રાજકીય પક્ષને નુકસાન થતું અટકાવવા મેમો ફટકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તે ગડમથલ શહેરીજનોને થઇ રહી છે.

આઇ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ગુનેગારોને પકડવામાં સફળતા મળશે, રસ્તા પરનું ગેરકાયદે દબાણ દૂર થશે, ટ્રાફિકજામની સ્થિતિમાં પળવારમાં જ પોલીસની મદદ મળી રહેશે આવી આશા શરૂઆતમાં લોકોને હતી, પરંતુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ માત્ર દંડ વસૂલવામાં જ થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. માસ્ક અને ટ્રાફિકના નિયમના ભંગ બદલ શહેર પોલીસે અત્યાર સુધીમાં શહેરીજનોના ખિસ્સામાંથી રૂ.15 કરોડનો દંડ વસૂલી લીધો છે. શહેર પોલીસ દરરોજના 3500 ઇ-મેમો જનરેટ કરીને લોકોની આર્થિક કમ્મર તોડી નાખતી હતી, લોકો ભારેખમ દંડથી ત્રાસી ગયા હતા ત્યારે પણ પોલીસ કમિશનર અગ્રવાલ એક જ વાત કરતા કે, પોલીસનો ઇરાદો દંડ વસૂલવાનો નહીં લોકોની સુરક્ષાનો છે.

23મી જાન્યુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ, દંડને કારણે લોકોમાં ભારે અસંતોષ હતો અને લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા અને રાજકીય પક્ષને નુકસાન થાય નહીં તે માટે તા.26 જાન્યુઆરીથી ઇ-મેમો જનરેટ કરવાનું પોલીસે બંધ કરી દીધું હતું. હજુ પણ અનેક શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, હજુ પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરતા નથી છતાં દંડ બંધ કરી દેવાયો છે, શું પોલીસને હવે લોકોના જીવની ચિંતા નથી?, શું સીસીટીવી કેમેરાને હવે નિયમોનો ભંગ દેખાતો બંધ થઇ ગયો છે? આવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.2 માર્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ફરીથી પોલીસ લોકો પર દંડ વસૂલવા તૂટી પડશે અને ફરીથી દરરોજના 3500થી માંડી 4 હજાર સુધીના મેમો જનરેટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો