ગોજારો અકસ્માત:મોરબીના કુશવાવ પાસે બાઇક સ્લિપ થતાં કાકી ભત્રીજાનાં મોત

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નપ્રસંગ પૂરો કરી વેગડવાવ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો

હળવદના વેગડવાવ ગામે રહેતા જયાબેન અનિલભાઇ સુરેલા, તેના પતિ અનિલભાઇ સુરેલા અને ભત્રીજો હાર્દિક સંજયભાઇ સુરેલા હળવદના કુશવાવ ગામે રહેતા કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં ગયા હતા, લગ્નપ્રસંગ પૂરો કરી અનિલભાઇ, તેના પત્ની અને ભત્રીજો બાઇક પર વેગડવાવ જવા નીકળ્યા હતા, પરંતુ કુશવાવ ગામ પાસે જ કોઇ કારણસર બાઇક સ્લિપ થઇ ગયું હતું.

બાઇક પરથી ફંગોળાયેલા જયાબેન (ઉ.વ.27) અને તેના ભત્રીજા હાર્દિક (ઉ.વ.7)ને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને બંનેનાં મોત નીપજ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયાબેનના પતિ અનિલભાઇ રિક્ષા ચલાવે છે, જ્યારે હાર્દિકના પિતા સંજયભાઇ મજૂરીકામ કરે છે, હાર્દિક બે બહેનનો એકનો એક ભાઇ હતો અને તે ધોરણ 1માં અભ્યાસ કરતો હતો. કાકી ભત્રીજાના આકસ્મિક મોતથી સુરેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...