અકસ્માત:રાજકોટમાં ઓડી કારનો ગાય સાથે અકસ્માત, ચાલકને ગંભીર ઈજા, ગોંડલમાં મકાનનો રવેશ ધરાશાયી થતા માતા-પુત્રને ઈજા

રાજકોટ2 વર્ષ પહેલા
રાજકોટમાં ઓડી કારનો ગાય સાથે અકસ્માત - Divya Bhaskar
રાજકોટમાં ઓડી કારનો ગાય સાથે અકસ્માત
  • ગોંડલ-જેતપુર રોડ પર આઈસર ટ્રકની બ્રેક ફેઈલ થતા દુકાનમાં ઘૂસી

રાજકોટના કાલાવડ હાઈવે પર આવેલા હરેરામ હરેક્રિષ્ના મંદિર નજીક ગત મોડી રાત્રે ઓડી કાર ગાય સાથે અથડાઈ હતી. જેમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પૂર ઝડપે આવી રહેલી કાર આડે અચાનક ગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

ગોંડલમાં મકાનનો રવેશ ધરાશાયી થતા માતા-પુત્રને ઈજા
ગોંડલમાં મકાનનો રવેશ ધરાશાયી થતા માતા-પુત્રને ઈજા

ગોંડલમાં મકાનનો રવેશ ધરાશાયી થતા માતા-પુત્રને ઈજા
ગોંડલના ભોજરાજપરામાં રહેતા કિરણબેન અરુણભાઈ સંઘવીના મકાનનો રવેશ ધરાશાયી થતાં કિરણબેન અને તેનો પુત્ર પ્રતિકને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાના સદસ્યા ક્રિષ્નાબેન તન્ના અને ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફે દોડી જઇ માતા-પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઇજાગ્રસ્ત માતા-પુત્ર મકાનના પાછળના ભાગે રવેશમાં બેઠા હતા તે દરમિયાન અચાનક જ રવેશ ધરાશાયી થયો હતો.

ગોંડલમાં આઈસર દુકાનમાં ઘૂસ્યું
ગોંડલમાં આઈસર દુકાનમાં ઘૂસ્યું

ગોંડલ-જેતપુર રોડ પર આઈસરની બ્રેક ફેલ થતા બાઇકને અડફેટે લઇ દુકાનમાં ઘૂસ્યું
ગોંડલ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જેતપુર રોડ પર જેલ ચોક પાસે આઇસર ટ્રકની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ટ્રકે જ્યુપિટર મોટર સાયકલને અડફેટે લીધું હતું અને શ્રી રામેશ્વર પ્રોવિઝન સ્ટોર નામની કિરાણાની દુકાનમાં ઘૂસી ગઈ હતી. કિરાણાની દુકાનના હાઇડ્રોલિક પડદાને નુકસાન થવા પામ્યું હોય દુકાનદારે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી. સદનસીબે રવિવાર હોય ટ્રાફિક થોડો હળવો હોય કોઈ જાનહાનિ થઈ નથી. આઇસર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. સિટી પોલીસે તુરંત દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)