મેળો ચકડોળે ચડ્યો:હરાજી સતત ત્રીજી વખત મોકૂફ રહી, અપસેટ કિંમત ઘટાડો અથવા દિવસ વધારો; રાઈડધારકો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના સાંસ્કૃતિક લોકમેળામાં યાંત્રિક રાઈડની હરાજીમાં તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેતા ત્રીજા દિવસે કોકડું ગૂંચવાયેલું છે અને હવે મામલો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં લોકમેળાના સ્ટોલ માટે હરાજી ગત સપ્તાહે શરૂ કરાઈ હતી અને ખાણીપીણી તેમજ રમકડાંના સ્ટોલ માટે સારી આવક થઈ પણ યાંત્રિક રાઇડ સંચાલકોએ ટિકિટનો ભાવવધારો માગતા મોકૂફ રખાઈ હતી.

2 ઓગસ્ટે વાટાઘાટો થઈ પણ કોઇ નિષ્કર્ષ આવ્યો નહિ અને બુધવારે તંત્ર સાથે ફરી બેઠકોનો દોર ચાલ્યો હતો પણ લોકમેળા સમિતિએ ટિકિટોનો દર વધારવા સ્પષ્ટ ના પાડી દીધી હતી તેથી રાઈડ સંચાલકોએ બીજા બે વિકલ્પ આપ્યો હતો જે મુજબ ટિકિટના દર વધારવામાં ન આવે તો મેળાના દિવસોની સંખ્યા વધારી દેવાય. અથવા હરાજી માટે જે અપસેટ કિંમત રાખવામાં આવી છે તેમાં ઘટાડો કરવો. હવે આખો મામલો જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...