તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ અભિયાન:રોજ 15000ને રસી આપીને કોરોનાની બીજી લહેરથી લોકોને બચાવવા પ્રયાસ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે જુદા જુદા સમાજ અને સંસ્થાઓને સાથે રાખીને મનપાની ઝુંબેશ
 • 15 એપ્રિલ બાદ વડીલોને રસીનો બીજો ડોઝ આપવાનું શરૂ થઈ જશે

રાજકોટમાં વેક્સિનેશન વધારવા માટે મનપાએ કમર કસી છે અને એક જ મહિનામાં 1.25થી 1.50 લાખ લોકોને રસી આપવા માટેનો નિર્ધાર કર્યો છે અને આ માટે રસીકરણ કેન્દ્રો ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમાજની પણ મદદ લેવાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જણાવે છે કે, દરરોજ 15000 લોકોનું રસીકરણ થાય તેવા પ્રયાસ રહેશે આ માટે દરેક તબક્કે આયોજન થઇ રહ્યું છે. શુક્રવારે 13800 બાદ શનિવારે 12828 નાગરિકને રસી અપાઈ છે અને હવે આ આંક વધારવામાં આવશે.

60 વર્ષથી વધુના તેમજ કો-મોર્બિડિટી ધરાવતા મોટાભાગના લોકોને રસી અપાયાને 15 દિવસ વીતી ગયા છે અને એપ્રિલ મહિનાના બીજા સપ્તાહની શરૂઆતમાં બીજો ડોઝ પણ અપાઈ જશે. આ કારણે જે લોકોને કોરોના થાય તો ખૂબ જોખમી બની શકે તે વસતીને કોરોના સામે રક્ષણ મળી રહેશે અને તેથી જ ગંભીર કેસ આવવાની પણ શક્યતા ઘટી જશે. જરૂર પડશે તો આઈએમએ સ્ટાફ પૂરો પાડશે.

રેમડેસિવિર ઈન્જેક્શન રૂ.1700માં અપાશે
કોરોનાના કેસ વધતા રેમડેસિવિર ઈન્જેક્શનના વપરાશમાં વધારો થયો છે. જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી ઈન્જેક્શન મળી રહે તે માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ઈન્જેક્શન અડધા ભાવે પૂરો પાડવાનો નિર્ણય લીધો છે. જેને કારણે હવે રાજકોટના દર્દીઓને રૂ.5400 ના મળતા ઈન્જેક્શન રૂ.1700માં મળશે. આ ઈન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો