લોકો જાગી જતાં તસ્કરો ભાગ્યા:આટકોટ પંથકમાં બે મકાન અને દુકાનમાં ચોરીનો પ્રયાસ, પરિજનો સૂતા’તા તે રૂમને બહારથી બંધ કરી દીધો’તો

આટકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આટકોટમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બે મકાનને નિશાન બનાવ્યા હતા અને એટલું ઓછું હોય તેમ પાંચવડાની એક દુકાનમાં પણ હાથફેરો કર્યો હતો. જો કે બંધ મકાનમાં સામાન વેર વિખેેર કરી નાખ્યો હતો અને પાંચવડાની દુકાનમાંથી માવા બિસ્કીટની ચોરી કરી હતી.

આટકોટના ગાયત્રી નગરમાં આવેલા બે મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી. ચોરોએ ભીખાભાઈ રામાણીનાં મકાનમાં બન્ને રૂમમાં વેરવિખેર કર્યું હતું . પરિવારજનો રૂમમાં સુતાં હોય તેનો બહારથી રૂમનો આગળીયો બંધ કરી દીધો હતો.

એક રૂમમાં લેપટોપ મોબાઈલ હતાં છતાંય લીધા ન હતાં.બાજુમાં આવેલા શૈલેષભાઈ પરવાડીયાના બંધ મકાનમાં તાળાં તોડી સામાન વીખી નાખ્યો હતો. હતું. તેમજ પાંચવડામાં આવેલી કેબીનમાં પણ માવા બિસ્કીટ ચોરી કરી ગયા હતા ગામમાં આવેલ દુકાનમાં ચોરી કરવા જતાં લોકો જાગી જતાં તસ્કરો ભાગી ગયા હતા. પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...