તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા પ્રયાસ:જેલમાં કંટાળેેલા હિસ્ટ્રીશીટર ટિકિટનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ પડતી ગોળીઓ ખાતા હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ મધ્યસ્થ જેલમાં આત્મહત્યાની કોશિશના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં જેલમાં રહેલો હિસ્ટ્રીશીટર રણજિત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ નામના કેદીએ ગત મોડી રાતે વધુ પડતી દવાની ગોળીઓ ખાઇ લેતા તબિયત લથડી હતી. રણજિત ઉર્ફે ટિકિટને રાતના જ સારવાર માટે સિવિલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ દાખલ કરાયો છે.અગાઉ હત્યા, હત્યાની કોશિશ, મારામારી, લૂંટ, છેડતી સહિત 40 જેટલા ગુનામાં સંડોવાયેલા રણજિત ઉર્ફે ટિકિટે આપઘાતનો પ્રયાસ કર્યાની હોસ્પિટલ ચોકીમાં નોંધ થતા બનાવ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસમથકને જાણ કરી હતી.

જેલના કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતા પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. હિસ્ટ્રીશીટર રણજિત ઉર્ફે ટિકિટની પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું કે, અદાલતોમાં કોઇ કાર્યવાહી થતી ન હોવાથી તેને મુદતે નહીં લઇ જવાતા તે જેલમાં કંટાળી ગયો હોય આપઘાતનો પ્રયાસ કર્યાનું નિવેદન આપ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો