તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:ધંધામાં ખોટ જતાં મેટોડાના વેપારીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેટોડાના ઇશ્વરિયા ગામના વતની અને ઓટો કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં યુવકે ધંધામાં ખોટ થતાં આર્થિક ખેંચથી કંટાળી પોતાની કારમાં જ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇશ્વરિયા ગામે રહેતા ઉમેદભાઇ સી. ઠુમ્મરે (ઉ.વ.38) ગામના પાટિયા પાસે પોતાની કારમાં ઝેરી દવા પી લેતા તેને તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉમેદભાઇ પાસેથી પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી હતી. સ્યૂસાઇડ નોટમાં ઉમેદભાઇએ લખ્યું હતું કે, સાતેક વ્યક્તિને કાર વેચી છે પરંતુ તેને પેપર આપી શકું તેમ નથી. નિર્મલભાઇ પાસેથી પેપર ઉપર રૂપિયા લીધા હતા પરંતુ ધંધામાં ખોટ જતાં તેને રકમ આપી શકાય તેમ નથી અને નિર્મલભાઇ પૈસાની ઉઘરાણી કરે છે, હપ્તા કરી આપવા અને થોડો સમય આપવાની વાત નિર્મલભાઇએ નકારી કાઢતા બીજો કોઇ રસ્તો બચ્યો નહોતો. મારા મમ્મી, ભાઇ, ઘરના અને છોકરાવનું હું પૂરું કરી શકું તેમ નથી. મારી પાછળ મારા પરિવારજનોને હેરાન કરતા નહીં, મને માફ કરજો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...