તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની ધારિયા-છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફાયરિંગના અવાજ કરતું બાઇક લઇને નીકળતા માથાકૂટ થઇ

શહેરની ભાગોળે માધાપર ગામમાં ગુરૂવારે રાત્રે પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની ધારિયા અને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી, યુવકના મિત્રને પણ ઇજા થઇ હતી, સામાપક્ષે એક યુવતી પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બિછાને પહોંચી હતી.

રિક્ષા ચાલક નિલેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે 9 વાગ્યે પોતે કૃષ્ણનગરમાં તેના મિત્ર બેચર સાથે રિક્ષામાં બેઠો હતો ત્યારે બેચરના મોબાઇલ પર તેના મિત્ર અજય પરસોંડાનો ફોન આવ્યો હતો અને અજયના ભાઇ સાગરને માધાપર ગામમાં માથાકૂટ થઇ હતી, રાજુને નજીવી બાબતે માથાકૂટ કરવાની ન હોય તેમ કહેતા રાજુ, તેનો ભાઇ અને તેનો પુત્ર ઉશ્કેરાયા હતા અને ઘરમાંથી ધારિયા, છરી અને પાઇપ લઇને ધસી આવ્યા હતા. ગોરધને ધારીયાનો ઘા તેમજ રાહુલે છરીના બે ઘા નિલેશને ઝીંકી દેતા તે લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, બેચરને પણ રાજુએ પાઇપના ઘા ઝીંક્યા હતા.

અજયનો ભાઇ સાગર ફાયરીંગ વાળા સાયલેન્સરવાળું બાઇક લઇને માધાપરમાંથી પસાર થયો હતો ત્યારે ધીમે બાઇક ચલાવવાનું કહી રાજુ સહિતનાઓએ ઝઘડો કર્યો હતો અને તે મામલે નિલેશ વચ્ચે પડતા તેની હત્યાની કોશિષ કરી હતી. પોલીસે રાજુ સહિતની ત્રિપુટીને સકંજામાં લીધી હતી. સામાંપક્ષે રાજુની પુત્રી લલીતા (ઉ.વ.21) પણ ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...