તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:આબુરોડ પર રાજકોટ પોલીસ ટીમને કચડવાનો પ્રયાસ, PSIએ કર્યું ફાયરિંગ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આબુરોડના સદર વિસ્તારમાં આરોપીને સાથે લઇ તપાસમાં ગયા હતા

આબુ રોડ તપાસમાં ગયેલી રાજકોટ પોલીસને કાર હેઠળ કચડવાનો હિચકારો પ્રયાસ થયો છે. સદનસીબે પીએસઆઇ અને સાથેના કર્મચારીએ સમયસૂચકતા દાખવતા મોટી ઘટના બનતા અટકી છે. આબુ રોડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એરપોર્ટ રોડ પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડિયાએ વિગતો આપતા જણાવ્યું કે, ગત સોમવારે રાતે કુવાડવા રોડ પરથી જૂનાગઢ લઇ જવાતો વિદેશીદારૂની 6876 બોટલ ભરેલા આયસરને પકડયો હતો. વિદેશીદારૂ ભરેલા આયસર સાથે મૂળ હરિયાણાના ચાલક સુખવિંદરસિંહ ઉર્ફે મનોજ મનમોહનસિંઘ મુલતાનીની પોલીસે ધરપકડ કરી હતી. તેની વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન તે સીમકાર્ડ વગરના મોબાઇલમાં ડોંગલથી મોનુ નામના શખ્સનો સંપર્ક કરી તેની સાથે વાતચીત કરતો હોવાની કેફિયત આપી હતી. જેથી પીએસઆઇ આર.એ.સાકરિયા, હેડ કોન્સ.યોગેન્દ્રભાઇ, હેડ કોન્સ. અશોકભાઇ કલાલ આરોપી સુખવિંદરને લઇ તપાસ અર્થે આબુરોડ અને હરિયાણા તરફ લઇ ગયા હતા.

દરમિયાન આરોપીની પૂછપરછ બાદ બુટલેગરનું લોકેશન મળી જતા પીએસઆઇ સાકરિયા સહિતનો સ્ટાફ આબુરોડના સદર વિસ્તારમાં દોડી ગયા હતા. આ સમયે બુટલેગરને ગુજરાત પોલીસ આવતી હોવાની ખબર પડી જતા તે નાસી જવા કારમાં બેઠો હતો. આ જ સમયે રાજકોટ પોલીસ પહોંચી જતા બુટલેગરે પીએસઆઇ અને બંને હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીએસઆઇ સહિતનાઓએ સમય સૂચકતા વાપરી ખસી ગયા હતા. બુટલેગર ફરી કારથી કચડવાનો પ્રયાસ કરે તે પહેલા જ પીએસઆઇ સાકરિયાએ તેમની સર્વિસ રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

જેને કારણે બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. બનાવ બાદ પીએસઆઇ સાકરિયાએ આબુરોડ પોલીસમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...