વિરોધ:રાજકોટમાં ગૌ-હત્યા અટકાવવા આહીર એકતા મંચ દ્વારા કલેકટર કચેરી ખાતે મુંડન કરી વિરોધ નોંધાવવા પ્રયાસ, પોલીસે અટકાયત કરી

રાજકોટ5 મહિનો પહેલા
ગાયને ​​​​​​​રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆત કરવામાં આવી
  • ન્યાય નહીં મળે તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે આહીર એકતા મંચ અને માલધારી સમાજના આગેવાનો રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગૌ-હત્યા અટકાવવા આ માટે મુંડન કરી વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ કરવામાં આવે એ પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી

આહીર સમાજના યુવાનોમાં રોષ.
આહીર સમાજના યુવાનોમાં રોષ.

ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ અંગે આહીર એકતા મંચના આગેવાન કેવલ ભીમભાએ જણાવ્યું હતું કે, અમે આજે અર્જુન આંબલીયાના સમર્થનમાં એકત્રિત થયા છીએ. ગુજરાતના અર્જુન આંબલીયા દિલ્હી જંતર મંતર પર ધરણા પર બેઠા છે. તેઓની મુખ્ય બે માંગ છે જેમાં પહેલી માંગ ગૌ-હત્યા અટકાવવાઅટકાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને બીજી સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે. અમે પણ ગૌવંશની હત્યા થતી અટકાવવા અને ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે એ માંગ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કર પગલાં લેવા આવે. એ માંગ સાથે કલેકટરને મુંડન કરી રજુઆત કરવા આવ્યા છીએ અને જો અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આજે અર્જુન આંબલીયાના સમર્થનમાં એકત્રિત થયા છીએ- આહીર એકતા મંચના આગેવાન
આજે અર્જુન આંબલીયાના સમર્થનમાં એકત્રિત થયા છીએ- આહીર એકતા મંચના આગેવાન

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી
આહીર એકતા મંચ અને માલધારી સમાજના આગેવાનો મુખ્ય 2 મુદાની રજુઆત કરવા પહોંચ્યા હતા.જેમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગૌ-હત્યા થતી અટકાવવા અને ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ આપવા માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. આ સમયે તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુંડન કરે તે પહેલાં જ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ તેમના દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી.

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆત કરવામાં આવી
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆત કરવામાં આવી