તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાખીની બહાદુરી:રાજકોટમાં PSI પર કુખ્યાત શખસનો સોડા બોટલથી હુમલો, હિંમત હાર્યા વગર લોહીલુહાણ હાલતમાં આરોપીને ઝડપ્યો, માથામાં 4 ટાકા આવ્યા

રાજકોટ19 દિવસ પહેલા
સોડા બોટલથી હુમલો થતાં PSIને માથામાં ચાર ટાકા આવ્યા, સારવાર હેઠળ.
  • બે કોન્સ્ટેબલને પણ માથામાં ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
  • કુકી ભરવાડ વિરુદ્ધ ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પુનિતનગરમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI વી.કે. ઝાલા અને તેની ટીમ કુખ્યાત શખસ કુકી ભરવાડને પકડવા માટે ગયા હતા, પરંતુ પોલીસ આવતાં જ કુકી ભરવાડ અને તેના મળતિયાઓએ સોડા બોટલના છૂટા ઘા કરી હુમલો કર્યો હતો. PSI વી.કે. ઝાલા લોહીલુહાણ થઇ ગયા હતા છતાં હિંમત હાર્યા વગર કુકી ભરવાડને ઝડપી લીધો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતાં માથામાં ચાર ટાકા આવ્યા છે.

હુમલામાં બે કોન્સ્ટેબલને પણ ઇજા પહોંચી
હુમલાના આ બનાવમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSIની સાથો સાથે મશરીભાઇ અને રોહિત નામના બે કોન્સ્ટેબલને પણ ઇજા પહોંચી હતી. આ બંનેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનની ટીમ ઇજાગ્રસ્ત હાલતમાં પણ હિંમત હારી નહોતી અને કુકી ભરવાડ સહિત 5 શખસને દબોચી લીધા હતા તેમજ આ હુમલામાં સામેલ અન્ય 10 શખસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કુખ્યાત શખસ કુકી ભરવાડની ધરપકડ કરી (ફાઇલ તસવીર).
કુખ્યાત શખસ કુકી ભરવાડની ધરપકડ કરી (ફાઇલ તસવીર).

રાજકોટ પોલીસ કમિશનર તરફથી ટીમને 3 હજારનું રોકડ ઇનામ
કુકી ભરવાડ જેવા કુખ્યાત શખસને પકડવા માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI વી.કે. ઝાલા અને તેમની ટીમે બહાદુરી દેખાડી છે, આથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે PSI અને તેમની ટીમને 3 હજાર રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે તેમજ કુકી ભરવાડ સહિતના આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે.

પુનિતનગરમાં ચામુંડા હોટલ પાસેનો બનાવ.
પુનિતનગરમાં ચામુંડા હોટલ પાસેનો બનાવ.

મળતિયાઓએ તેને છોડાવવા માટે સોડા બોટલથી હુમલો કર્યો- DCP
આ બનાવ અંગે ઝો-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગઇકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી કુકી ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ આરોપી પકડાયો ન હોવાથી આજે સવારે પોલીસને બાતમી મળી હતી કે પુનિતનગરમાં ચામુંડા હોટલ પાસે તે બેઠો છે, આથી માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI વી.કે. ઝાલા અને ચાર કોન્સ્ટેબલ તેને પકડવા માટે ગયા હતા. આરોપી બેઠો હતો તેને પકડી લીધો હતો અને તેને પોલીસ વાનમાં બેસાડવા માટે લઇ રહ્યા હતા ત્યારે તેના મળતિયાઓએ તેને છોડાવવા માટે સોડા બોટલથી હુમલો કર્યો હતો.

સોડા બોટલથી પોલીસ ટીમ પર હુમલો કરાયો.
સોડા બોટલથી પોલીસ ટીમ પર હુમલો કરાયો.

બનાવમાં કુકી ભરવાડ એક વખત ભાગવામાં સફળ રહ્યો
મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ટીમ પર હુમલો થતાં જ આરોપી ભાગવામાં સફળ થયો હતો છતાં અમારી પોલીસ ટીમે હિંમત હાર્યા વગર તેનો પીછો કર્યો હતો અને ફરી પકડી લીધો હતો. આરોપી હાલ અમારા કબજામાં છે. આ બનાવમાં અમારા PSI વી.કે. ઝાલાને માથામાં ચાર ટાકા આવ્યા છે તેમજ બે કોન્સ્ટેબલ મશરીભાઇ અને રોહિતને પણ માથામાં ઇજા પહોંચી છે. કુકી ભરવાડ વિરુદ્ધ પાંચ વર્ષ પહેલાં મારામારીનો ગુનો નોંધાયો હતો તેમજ લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ અરજી મળી હતી, જેમાં મારામારીને લઇને તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરવા ટીમ ગઇ હતી.

આ પ્રકરણમાં આરોપીને પકડવા ગઇ’તી ટીમ
વાવડી વિસ્તારનો પ્લોટ રાજુ ઉર્ફે કુકી શિયાળિયા સહિતનાઓએ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. જે અંગે કારખાનેદાર સમીરભાઇ વલ્લભભાઇ અઘેરાએ તાલુકા પોલીસમાં અરજી કરી હતી. જેને પગલે રાજુ ઉર્ફે કુકીએ કારખાનેદાર સાથે સમાધાન કરી પ્લોટનો કબજો સોંપી દીધ. જેનો ખાર રાખી રાજુ ઉર્ફે કુકીએ તેના પાંચ સાગરીત સાથે મળી શુક્રવારે સવારે આનંદ બંગલા ચોક નજીક કારખાનેદાર સમીરભાઇ અને તેના પિતાની કારને આંતરી પાઇપ, ધોકા સાથે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત સમીરભાઇએ પોલીસમાં શુક્રવારે સાંજે ફરિયાદ નોંધાવતા પોલીસ રાજુ ઉર્ફે કુકી સહિતના આરોપીઓને પકડવા ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો