ક્રાઇમ:સમાધાન મુદ્દે યુવતીના ભાઇ પર પ્રેમી સહિતનાનો હુમલો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠિયા પ્લોટમાં બપોરે બનેલી ઘટના

શહેરના નવયુગપરા-1માં રહેતો ધાર્શિક નીતિનભાઇ સિંધવ નામનો યુવાન સોમવારે બપોરે સોરઠિયા પ્લોટમાં બેઠો હતો. ત્યારે ઘાંચીવાડનો હિતેશ ભનુ પરમાર, તેનો ભાઇ ધર્મેશ અને એક અજાણ્યો શખ્સ બાઇકમાં આવ્યા હતા. બાદમાં હિતેશે તારી બહેન મુદ્દે સમાધાન કેમ નથી કરતો તેમ કહી છરીથી હુમલો કરી ડોકમાં એક ઘા ઝીંકી દીધો હતો. જ્યારે અન્ય શખ્સોએ ધોકાથી માર માર્યો હતો.

હુમલો કર્યા બાદ હિતેષ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ધાર્શિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસના પીએસઆઇ જે.એમ.ભટ્ટ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત ધાર્શિકની ફરિયાદ પરથી ઘાંચીવાડના બંને ભાઇઓ તેમજ એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

યુવાનની ફરિયાદ મુજબ, આરોપી હિતેશને સૌથી મોટી બહેન સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ અગમ્ય કારણોસર ત્રણેક વર્ષ પહેલા બહેને પોતાની જાતે શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા દાઝી ગઇ હતી. બહેને કરેલા આપઘાતની કોશિશના બનાવ બાદ હિતેશે પોતે લગ્ન કરી લેશેની વાત કરી હતી, પરંતુ હવે હિતેશને લગ્નની વાત કરતા તે વાતને ટાળી દઇ બહાના કાઢતો હતો. જેને કારણે હિતેશ સાથે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. ગઇકાલે સમાધાનની વાત કરવાના બહાને પોતાની પાસે આવી ઝઘડો કરી હુમલો કર્યો હતો. અને જતા જતા જો સમાધાન નહિ કરે તો જાનથી મારી નાખશેની ધમકી આપી નાસી ગયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...