તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સેન્ટ્રિંગ કામની મજૂરીના પૈસા મુદ્દે કોન્ટ્રાક્ટર પર હુમલો

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • લોધિકાના માખાવડ ગામે બનેલો બનાવ
 • કોન્ટ્રાક્ટરે 4 શખ્સ સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના કોન્ટ્રાક્ટર પર ચાર શખ્સે માખાવડ બોલાવી પૈસાના મુદ્દે હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દોઢસો ફૂટ રિંગ રોડ, મોચીનગર-2માં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા વિનુભાઇ પેથાભાઇ ચૌહાણ નામના યુવાને રાજુ ચના પાથર, પરેશ ભરવાડ, અમિત ભરવાડ અને અશ્વિન નામના શખ્સો સામે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેની બાંધકામની સાઇટ પર આરોપી રાજુ પાથર સેન્ટ્રિંગનું કામ કરતો હોય શુક્રવારે માખાવડ પાસે ચાલતી સાઇટ જોવા જવાનો ફોન આવ્યો હતો. જેથી પોતે બાઇક લઇ રાજુ પાસે પહોંચ્યા હતા.

અહીંથી બંને બાઇક પર માખાવડ ગયા હતા. સાઇટ જોયા બાદ ત્યાં જ જમ્યા હતા. તે સમયે પરેશ, અમિત અને અશ્વિન પણ આવ્યા હતા. દરમિયાન પરેશ ભરવાડે રાજુને કહ્યું કે, તારે વિનુભાઇ પાસેથી કેટલા રૂપિયા લેવાના છે. જેથી રાજુએ ત્રણ લાખ લેવાના હોવાનું કહ્યું હતું. આ સમયે પરેશે પોતે રૂપિયા કઢાવી આપે તો પચાસ હજાર રૂપિયા દેવા પડશે. જે વાતમાં રાજુએ હા પાડી હતી. ત્યારે પરેશે રૂપિયા ક્યારે આપવાના છે તેમ કહેતા કામ પૂરું થઇ જાય એટલે હિસાબ કરી નાખીશું. જેથી પરેશ ભરવાડ ઉશ્કેરાય ગયો હતો અને માર મારતા રાજુ સહિતના શખ્સોએ માર માર્યો હતો.

બાદમાં રૂપિયા તારા શેઠ પાસેથી મગાવ તેમ કહેતા શેઠ પ્રફુલ્લભાઇને ફોન કરી રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી તેમણે રૂપિયા લઇ જવાનું કહેતા રાજુ અને પરેશ બંને રૂપિયા લેવા ગયા હતા. જ્યારે અન્ય બે શખ્સે પોતાને બાનમાં રાખ્યો હતો. બંને સાંજે પૈસા લઇને આવ્યા બાદ પોતાને છોડ્યો હતો. બીજે દિવસે મારને કારણે દુખાવો થતા પોતે સારવાર માટે હોસ્પિટલ દાખલ થયા હતા. ત્યાંથી રજા આપ્યા બાદ ફરિયાદ નોંધાવ્યાનું જણાવ્યું છે. લોધિકા પોલીસના પીએસઆઇ એચ.એમ.ધાધલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો