તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મોચીબજારમાં નોનવેજના વેપારી પિતા-પુત્ર પર હુમલો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારી, રાયોટિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્ર પાસામાં ધકેલાયા

શહેરમાં નજીવા મુદ્દે બનતા મારામારીના વધુ એક બનાવમાં પિતા-પુત્ર ઉપર હુમલો થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અન્ય બનાવમાં મારામારી તેમજ રાયોટના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્ર સામે પાસાનું શસ્ત્ર ઉગામી જુદી જુદી જેલહવાલે કરી દેવાયા છે.

બજરંગવાડી-4માં રહેતા હાસમભાઇ કાસમભાઇ કટારિયા અને તેના પુત્ર સમીર ઉર્ફે અફ્રિદી બુધવારે રાતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત હાસમભાઇએ પોલીસને જણાવેલી વિગત મુજબ, તેમને મોચીબજારમાં મટનની દુકાન આવેલી હોય ગઇકાલે સાંજે તેઓ પુત્ર સાથે દુકાને હતા. ત્યારે કેટલાક છોકરાઓ ગાળો બોલતા હોય પુત્ર સમીર ઉર્ફે અફ્રિદીએ તેમને ગાળો બોલવાની ના પાડી હતી. જેનો ખાર રાખી અબ્બાસ નામનો શખ્સ વીસથી વધુ શખ્સ સાથે ધસી આવી ગાળો ભાંડી લાકડીથી હુમલો કરતા ઇજા થઇ હોવાનું જણાવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં યુનિવર્સિટી રોડ પોલીસમથકમાં મારામારી તેમજ રાયોટના ગુનામાં સંડોવાયેલા મનહરપુર-1ના પ્રવીણ રણછોડ બોહકિયા અને તેના પુત્ર રાણા બોહકિયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર મંજૂરીની મહોર લાગતા યુનિ.રોડ પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પ્રવીણને ભુજ અને રાણાને અમદાવાદ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...