તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરીના LIVE દ્રશ્યો:ગોંડલ નજીક ભરૂડી ટોકનાકા પર કર્મચારી પર હુમલો કરી કહ્યું 'અમે બાજુના ગામના છીએ અમે ગમે તે કરીશું', ઘટના CCTVમાં કેદ

રાજકોટ3 મહિનો પહેલા
  • 3થી 4 જેટલા શખ્સોએ ટોલ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર ગઈકાલે રાતે પીપળીયા ગામના શખ્સોએ ટોલનાકા પર આવીને કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કહ્યું કે અમે બાજુના ગામના છીએ અમે ગમે તે કરીશું. જેથી મામલો ઉગ્ર બન્યો હતો. હુમલાખોરોએ ટોકનાકાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. જે સમગ્ર ઘટના CCVમાં કેદ થઈ હતી.

લોખંડનો સળિયો લઈ જીવલેણ હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર ગત રાતે પોણા 10 વાગ્યે 2 વ્યક્તિ ટુ વ્હીલર એક્સેસ લઈને લાઈન નંબર 3માંથી આવ્યાં હતા. જેમાંથી એકનું નામ રણજિત ભરવાડ હતું જે પીપળીયા ગામનો રહેવાસી છે. જે નીચે ઉતરીને લાઈન નંબર 1ના બુથ પર ટોલ કર્મચારી ભુપેન્દ્ર ચૌહાણને અચાનક મારવા લાગ્યો હતો. એ જ સમયે બાજુમાં ઉભી રહેલા ટ્રકમાંથી રણજીત ભરવાડ નામના શખ્સે લોખંડનો સળિયો લઈને કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં કર્મચારીને બુથમાંથી બહાર કાઢીને ઢોરમાર માર્યો હતો.

ટોલનાકા પર કર્મચારીઓ સાથે માથાકૂટ
ટોલનાકા પર કર્મચારીઓ સાથે માથાકૂટ

ટોલ પ્લાઝા બંધ કરી દેવા ધમકી આપી
જે બાદ આ શખ્સોએ ફોન કરીને પીપળીયામાંથી તેના માણસોને બોલાવ્યાં હતા. જે બાદ લગભગ 7 મિનિટ બાદ એક કાર રોંગ સાઈડમાં આવી હતી. જેમાં 3થી 4 જેટલા ઈસમો નીચે ઉતરીને ફરીથી કર્મચારીઓને માર મારતા જોવા મળ્યાં હતા. તેમજ ટોલ પ્લાઝા બંધ કરી દેવા જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે અમે બાજુના ગામના લોકલ છીએ અમને ગમે એમ કરીશું અને બીભત્સ ગાળો આપી કહ્યું સવારે આવીને અમે જોઈ લેશું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 323, 504 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો