તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:‘તમે ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ખાઇ ગયા છો’ કહી બેંક મેનેજર પર હુમલો

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેડક રોડ પર SBIમાં ગ્રાહકે લોખંડના પાનાના 3 ઘા ફટકાર્યા

શહેરના પેડક રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રણછોડનગર બ્રાંચના મેનેજર રાયસિંહ ધીરૂભાઇ જણકાટ પર સંતકબીર રોડ, સદગુરુ સોસાયટી-2માં રહેતા ધરમશી મુળજી રાઘવાણી નામના બેંક ખાતેદારે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા તેઓ બેંક પર હતા.

ત્યારે એક ખાતેદાર બેંકમાં દેકારો કરતા હતા. જેથી પોતે બહાર આવી ખાતેદાર પાસે પહોંચ્યા હતા. ત્યારે ખાતેદારે બૂમાબૂમ કરી તમે મારી ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ખાઇ ગયા છો કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. તમે બધા એક છો, મારું વ્યાજ ખાઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. બેંકમાં ખાતેદારે માથાકૂટ કરતા મેનેજરે પોલીસને બોલાવવા માટે મોબાઇલ કરી રહ્યા હતા. આ સમયે ખાતેદાર અચાનક તેની પાસે રહેલા લોખંડના પાના સાથે ધસી આવી હુમલો કરી માથામાં ત્રણ ઘા ફટકારી દીધા હતા. જેને કારણે માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પોતાના પર હુમલો થતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો