તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ભગવતીપરા, જયપ્રકાશનગરમાં રહેતા જાકીર હબીબભાઇ કયડા નામના યુવાનને ભિસ્તીવાડના કુખ્યાત હકુભાના પુત્ર અબ્દુલભા ખીયાણી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સે પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ભિસ્તીવાડમાં રહેતા કૌટુંબિક ભાઇનું મૃત્યુ થયું હોય ત્યાં ગયો હતો. ભાઇની દફનવિધિ પતાવી મામા નિઝામભાઇ સાથે પાન ખાવા બાઇક પર જઇ રહ્યાં હતા.
તોપખાના હરિજનવાસના નાળા પાસે પહોંચતા ત્યાં અબ્દુલ બે શખ્સ સાથે બેઠો હોય તેને ઊભા રખાવ્યા હતા. ઊભા રહેતા અબ્દુલ તેની પાસે આવી તું પાંચ હજાર લઇ ગયો છો તે પાછા કેમ આપતો નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા અબ્દુલે તેની પાસે રહેલા પાઇપથી હુમલો કર્યો હતો. જ્યારે તેની સાથે રહેલા બે શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. પોતે ભાગવા જતા અબ્દુલે માથામાં પાઇપનો ઘા ફટકાર્યો હતો. આ સમયે મામાએ વચ્ચે પડી પાઇપ પકડી લીધો હતો.
જાહેરમાં મારામારીનો બનાવ બનતા લોકો એકઠા થઇ જતા સાગરીત સાથે નાસી ગયો હતો. હુમલામાં ઇજા થતા મામા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ઇજાગ્રસ્ત જાકીરના જણાવ્યા મુજબ, તેને અબ્દુલ પાસેથી સાત મહિના પહેલા રૂ.5 હજાર ઉછીના લીધા હતા. જે પરત કર્યા ન હોય હુમલો કર્યાનું જાકીરે પ્રદ્યુમ્નનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.