તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સગડો દૂર રાખવાનું કહેતા સીંગ-દાળિયાના વેપારી પર હુમલો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાની દુકાન ધરાવતા બે શખ્સનો હુમલો, વેપારી સારવારમાં

શહેરમાં નજીવા પ્રશ્ને મારામારીના વધુ એક બનાવમાં સીંગ-દાળિયાના વેપારી પર ચાની દુકાન ધરાવતા બે શખ્સે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. નીલકંઠ સિનેમા રોડ, આનંદનગર કોલોનીમાં રહેતા અઝીઝભાઇ ઇકબાલભાઇ વિરાણી નામના યુવાને યાર્ડ પાસે રહેતા લાલા ભરવાડ અને ડાયા ભરવાડ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અઝીઝભાઇ કેનાલ રોડ પર અરિહંત કોમ્પ્લેક્સમાં સીંગ-દાળિયાની દુકાન ધરાવે છે. જ્યારે આરોપીની બાજુમાં જ બળદેવ ચા નામની દુકાન છે.

દરમિયાન રવિવારે સવારે દુકાને હતા. ત્યારે ચાની દુકાન બહાર રાખેલા સગડામાંથી તણખા, રાખ, ધુમાડો દુકાનમાં આવતો હોય ડાયા ભરવાડને સગડો દૂર રાખવાની વાત કરી હતી. આ સમયે ત્યાં ડાયાનો ભાઇ લાલો પણ હાજર હોય સગડો અહીં જ રહેશે તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા ભરવાડ બંધુએ પાઇપથી હુમલો કરી હાથે-પગે, માથા સહિતના ભાગોમાં ઇજા પહોંચાડી હતી. હુમલામાં અઝીઝભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પીએસઆઇ આર.એન.હાથલિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

25થી વધુ દારૂના હાટડા પર દરોડા
શહેરમાં ગૃહઉદ્યોગ સમાન બની ગયેલી દેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ સમયાંતરે ડ્રાઇવ ગોઠવી દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે રવિવારે શહેર પોલીસે દેશી દારૂના વેચાણ થતા કુખ્યાત વિસ્તારોમાં દરોડા પાડી રાબેતા મુજબનો 5-10 લિટર દેશી દારૂ સાથે મહિલા-પુરુષ સહિતના ધંધાર્થીઓને પકડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...