વિવાદ:પ્રેમલગ્ન કરનાર બહેન પર બે ભાઇ સહિત 4 શખ્સનો હુમલો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલે માતાને મળવા જતા ભાઇઓએ ધમકી આપી માર માર્યો
  • વાહન અકસ્માત બાદ બે જૂથ વચ્ચે મારામારી, 12ને ઇજા​​​​​​​

શહેરમાં પારિવારિક મનદુ:ખમાં વધુ એક મારામારીનો બનાવ બન્યો છે. પ્રેમલગ્નથી નારાજ ભાઇઓએ મિત્રો સાથે મળી બહેનને માર મારતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. અન્ય બનાવમાં નાનામવા મેઇન રોડ, ભીમનગરમાં વાહન અકસ્માતના બનાવ બાદ બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા બંને જૂથના 12 વ્યક્તિને ઇજા થઇ છે.

દૂધસાગર રોડ, ભગવતી સોસાયટીમાં રહેતી રાબિયા શાહનવાઝ શાહમદાર નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં થોરાળામાં રહેતા ભાઇ જુસબ આમદ ઘુઘા, જાવેદ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સના નામ જણાવ્યા છે. ચાર વર્ષ પૂર્વે પતિ સાથે તલ્લાક લીધા બાદ શાહનવાઝ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે પ્રેમલગ્નથી ભાઇઓ નારાજ હતા.

દરમિયાન માતા બીબીબેનની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય જેઠાણી સાથે તેમની ખબર કાઢવા ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલે ગયા હતા. આ દરમીયાન ત્યાં ભાભી, ભાઇ હાજર હતા. તે સમયે ભાઇના મિત્રએ જુસબભાઇને ફોન લગાડી પોતાને આપ્યો હતો. ભાઇ સાથે વાત કરતા જુસબભાઇએ તું કેમ આવી છો, તારા માટે મા મરી ગઇ છે તેમ કહી ફોનમાં ઝઘડો કર્યો હતો.

જેથી પોતે તુરંત માતાની ખબર કાઢી જેઠાણી સાથે હોસ્પિટલથી નીકળી ગઇ હતી. ત્યાંથી ભક્તિનગર સર્કલ પહોંચી રિક્ષાની રાહ જોતા હતા. ત્યારે જુસબભાઇ, જાવેદભાઇ અને બે અજાણ્યા શખ્સ ટુ વ્હિલ પર ધોકા-પાઇપ સાથે ધસી આવી હુમલો કરી નાસી ગયા હતા. હુમલામાં પોતાને ગંભીર ઇજાઓ થઇ હોય જેઠાણી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

​​​​​​​મારામારીનો અન્ય બનાવ નાનામવા રોડ, ભીમનગર-1માં ગત રાતે બન્યો હતો. જેમાં વાહન અકસ્માતના મુદ્દે બે જૂથ વચ્ચે ધોકા, પાઇપથી તેમજ સામસામે પથ્થરોના ઘા થતા નાસભાગ મચી ગઇ હતી. મારામારીમાં બંને પક્ષના મહિલા સહિત બાર વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ હોસ્પિટલ દોડી જઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...