તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પારકી પંચાત કરવાની ના પાડતા પાડોશી દંપતી સહિત 3નો હુમલો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોઠારિયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં બનેલો બનાવ
  • નાણાં મુદ્દે ભંગારના વેપારીને બે શખ્સે છરીના ઘા ઝીંક્યા

શહેરમાં નજીવા મુદે સર્જાતી મારામારીના બનાવમાં વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પારકી પંચાત કરવાની ના પાડનાર મહિલાને પાડોશી દંપતી સહિત ત્રણે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની તેમજ ભંગારના વેપારીને પૈસાના મુદ્દે બે શખ્સે છરીના ઘા ઝીંક્યાનો બનાવ બન્યો છે.કોઠારિયા રોડ, પટેલપાર્કમાં રહેતા પ્રફુલ્લાબેન અશ્વિનભાઇ હિંગુ નામના પ્રૌઢાને પાડોશમાં રહેતી સોનલ રાજપૂત, તેના પતિ પ્રતાપભાઇ અને અશોક નામના શખ્સે પાઇપથી માર મારી ઇજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાઇ છે. આજી ડેમ પોલીસની પૂછપરછમાં સોનલબેન શુક્રવારે સાંજે તેમના ઘર પાસે ઊભા હતા.

ત્યારે પાડોશમાં રહેતી સોનલે તારા દીકરાએ ત્રણ-ત્રણ લગ્ન કર્યા છે. સારા માણસો આવું ન કરે તેમ કહ્યું હતું. જેથી મારો દીકરો જે કરે તે તમારે શું લેવા દેવા તેવું કહેતા સોનલ ઉશ્કેરાઇ ગઇ હતી અને તેને તેના પતિ અને પતિના મિત્ર સાથે મળી હુમલો કર્યાનું જણાવ્યું છે. હુમલામાં હાથે-પગે, આંખ પર ઇજા થઇ છે.બીજા બનાવમાં રણછોડદાસ આશ્રમ પાસે રોહીદાસપરા-6માં રહેતા ભંગારના વેપારી વિજય દીપકભાઇ ચુડાસમા નામના યુવાન પર ખાટકીવાસના રઇશ મહમદ ખાટકી અને ફારૂક ઉર્ફે કાલુ ઇસલો ખાટકીએ ગત મોડી રાતે ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો.

બેઠક તેમજ હાથમાં છરીના ઘા ઝીંકી બંને શખ્સે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનો નોંધાવેલી ફરિયાદમાં તેણે 20 દિવસ પહેલા રામનાથપરામાં રહેતા એઝાઝ પાસેથી રૂ.5 હજાર ઉછીના લીધા હતા. જે રૂપિયા પિતાએ એઝાઝને ચૂકવી દીધા હતા. રકમ ચૂકવી દેવા છતાં એઝાઝના બંને મિત્ર રઇશ અને ફારૂક ભંગારના ડેલે આવી તું એઝાઝના રૂપિયા કેમ નથી આપતો તેમ કહી હુમલો કર્યાનું જણાવ્યું છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ એસસી એસટી સેલને સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...