વિરોધ:ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતો પર થયેલા અત્યાચારના પડઘા રાજકોટમાં, NSUI અને યુવક કોંગ્રેસે 150 ફુટ રિંગરોડ ચક્કાજામ કર્યો, 12ની અટકાયત

રાજકોટ16 દિવસ પહેલા
કેકેવી હોલ ખાતે રોડ પર બેસી જઇ ચક્કાજામ કર્યો.
  • શું લોકશાહીઢબે વિરોધ દર્શાવતા ખેડૂતો કોઈ આતંકવાદી કે આવારા તત્વો હતા? તેવો સવાલ કર્યો

ગઈકાલે ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતો ખેડૂત બિલનો લોકશાહીઢબે વિરોધ કરી રહ્યા હતા. આ ખેડૂતો પર ભાજપના કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્રએ તેની ગાડી ખેડૂતો પર ચડાવી દેતા સમગ્ર દેશમા હાહાકાર મચી ગયો છે. આ નરસંહાર દુર્ઘટનામાં 5થી વધુ ખેડૂતના મૃત્યુ થયા છે. જેના વિરોધના પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટમાં NSUI અને યુથ કોંગ્રેસે 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો. જવાબદાર ભાજપના નેતાઓ પર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસે વિરોધ કરી રહેલા તમામ 12થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

ભાજપ સરકારે હજુ પારદર્શક કાર્યવાહી કરી નથી
NSUI અને યુથ કોંગ્રેસ જણાવ્યું હતું કે, શું લોકશાહીઢબે વિરોધ દર્શાવતા ખેડૂતો કોઈ આતંકવાદી કે આવારા તત્વો હતા? આ નરસંહાર દુર્ઘટનાના ભોગ બનેલા ખેડૂતોનાં પરિવારજનોની મુલાકાતે કોગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધી મોડી રાત્રે ઉત્તરપ્રદેશ પહોચ્યા હતા. પંરતુ યોગી સરકાર પોતાની ખુરશીની ડરના પણ લીધે પોલીસને આગળ કરી કાયદા વિરુદ્ધ ધરપકડ કરી હતી અને દુર્ઘટના બનેલા વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામા આવ્યું છે. આ મામલે ઉત્તરપ્રદેશની ભાજપ સરકારે હજુ પારદર્શક કાર્યવાહી કરી નથી તેમજ આ મામલો રફેદફે કરવા પ્રયાસ કરી રહી છે.

12 કાર્યકરોની અટકાયત કરી.
12 કાર્યકરોની અટકાયત કરી.

સમગ્ર દેશમા ભાજપની રાજ્ય સરકારનો વિરોધ
એક ભારતીય ક્રિકેટરને અંગૂઠામાં ઠેંસ પહોંચે અને ટ્વિટ કરી સાંતવના આપનાર દેશના વડાપ્રધાન આ નરસંહાર દુર્ઘટના મામલે કેમ હજુ મૌન સેવ્યું છે તે મોટો સવાલ છે! શું ખેડૂતો દેશના નાગરીક નથી? ભાજપ સરકાર અંહકાર અને ઘંમડી હોવાથી ખેડૂત બીલ મામલે હજુ ખેડૂતોને ન્યાય નથી મળ્યો તેવું યુવા કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. જોકે આ મામલે સમગ્ર દેશમા ભાજપની રાજ્ય સરકારનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ખેડૂતોને ન્યાય માટે માંગો કરી રહ્યા છે.

રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામ થયો.
રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામ થયો.

કેકેવી ઉપરના પુલ પર ખૂબ ટ્રાફિકજામ થયો હતો
આજે રાજકોટના કેકેવી હોલ નજીક 150 રિંગ રોડ પર જિલ્લા NSUI અને શહેર યુવક કોંગ્રેસ દ્વારા રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખેડૂતોને ન્યાય માટે માંગ કરી પ્રિયંકા ગાંધી સાથે દુર્વ્યવહાર કરનાર પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય પગલા માટે માંગ કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપો નારા લગાવ્યા હતા. જોકે, ચક્કાજામ દરમિયાન કેકેવી ઉપરના પુલ પર ખૂબ ટ્રાફિકજામ થયો હતો. જોકે પોલીસે વિરોધ કરી રહેલા તમામ 12થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા.
NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સુચના અનુસાર ખેડૂતોની નિર્મમ હત્યા, ખેડૂત વિરોધી કાળા કૃષિ કાયદાના વિરોધમાં અને લોકશાહીમાં લોકોનો અવાજ દબાવવાના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વડામથક કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો. રાજકોટ શહેરના પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, હોદેદારો, કોર્પોરેટરો, તમામ વોર્ડ પ્રમુખો, કાર્યકરોએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...