• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At Virani Chowk In Rajkot, In The Presence Of Congress President Khataria, The Congress Staged A Protest Against The Price Hike.

મોંઘવારીનો વિરોધ:રાજકોટમાં વિરાણી ચોક ખાતે કોંગ્રેસ પ્રમુખ ખાટરીયાની હાજરીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું, ટીંગાટોળી કરી પોલીસે ધરપકડ કરી

રાજકોટ3 મહિનો પહેલા
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું
  • કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
  • પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે સંગઠનાત્મક રીતે કાર્યક્રમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં આજે સવારે પત્રકાર પરિષદ યોજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂન ખાટરિયાએ જાહેરાત કરી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેને પગલે વિરાણી ચોક ખાતે કોંગ્રેસ પ્રમુખ ખાટરીયાની હાજરીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું. જ્યાં પોલીસ દ્વારા ટીંગાટોળી કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી
આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી

પ્રજા પીસાઈ રહી છે
આ અંગે અર્જુન ખાટરીયાએ જણાવ્યું હતું કે, ભાજપની ગુજરાતની આ સરકારમાં મોંઘવારી ઉભરીને બહાર આવી છે. મોંઘવારીએ માત્ર રાજકીય મુદ્દો નથી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો મોટો પ્રશ્ન બની ગયો છે. જે સરકાર અચ્છે દિનની વાત કરી રહી હતી તેના શાસન દરમિયાન જ પ્રજા પીસાઈ રહી છે. જેથી આજે અમે તેનો વિરોધ કર્યો છે.

આ સરકારમાં મોંઘવારી ઉભરીને બહાર આવી છે: કોંગી કાર્યકર્તા
આ સરકારમાં મોંઘવારી ઉભરીને બહાર આવી છે: કોંગી કાર્યકર્તા

કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસની કારોબારી બાદ કોંગી કાર્યકર્તાઓ દ્રારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરવા જતાં પોલીસ દ્રારા જિલ્લા પ્રમુખ સહિત તમામ કાર્યકરતાઓને અટકવામાં આવ્યા હતા. અટકાયત દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવતા મામલે કાર્યકરો અને પોલીસ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા ઘર્ષણ બાદ પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.