તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Time Of Elections In Rajkot, The Kisan Sangh Turned Left Against The BJP, Saying That The Issues Of The Farmers Have Not Been Resolved Yet.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટમાં ચૂંટણી સમયે જ કિસાન સંઘે ભાજપ સામે બાંયો ચડાવી, કહ્યું- હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી

રાજકોટ2 મહિનો પહેલા
સૌરાષ્ટ્રમાં ખેડૂતોના 31 મુદાઓને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું
  • ચૂંટણી પહેલા ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ મેદાનમાં
  • ગુજરાતમાં ખેડૂતોના કોઈ જ પ્રશ્નો નથી તેવું નિવેદન મુખ્યમંત્રીએ આપ્યું હતું
  • સૌરાષ્ટ્રમાં ખેડૂતોના 31 મુદાઓને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું

ભારતમાં છેલ્લા 85 દિવસથી ચાલતા કિસાન આંદોલનથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા તરીકે ઓળખાતા ભારતીય કિસાન સંઘે પત્રકાર પરિષદ યોજી સરકાર અને ભાજપ સામે બાંયો ચડાવી છે, ગુજરાતમાં ખેડૂતોના કોઈ જ પ્રશ્નો નથી તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનથી પ્રભાવિત થઈને કિસાન સંઘ ચૂંટણી સમયે જ ભાજપ વિરુદ્ધ મેદાનમાં આવી ગયું છે. તેમજ જણાવ્યું હતું કે, હજી સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

મુખ્યમંત્રીના નિવેદનને અમે ખેડૂતો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ
આ પત્રકાર પરિષદમાં કિસાન સંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કિસાન સંઘની ટીમ ભારતીય કિસાન સંઘ દ્વારા નીતિ-રીતિ મુજબ નિમણૂક થઇ છે અને એ મુજબ જ કાર્ય કરે છે. કોંગ્રેસ કે ભાજપ કોઇ પણ પક્ષ સાથે જોડાયેલી નથી. હાલ જ્યારે કિસાન આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે તે સંદર્ભે રાજકોટ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખના દિલીપ સખીયા ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરે છે તો તેને મુખ્યમંત્રીએ કોંગ્રેસના આગેવાન તરીકે જણાવ્યા છે. જેને અમે ખેડૂતો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.​​​​​​​

સૌરાષ્ટ્રમાં ખેડૂતોના 31 મુદાઓને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું
સૌરાષ્ટ્રમાં ખેડૂતોના 31 મુદાઓને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું

મુખ્યમંત્રી અમારા આવેદનની અવગણના કરતા હોય તેવું લાગી રહ્યું છે
આ ઉપરાંત પત્રકાર પરિષદમાં તેમણે પોતાના પ્રશ્નોને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને વારંવાર આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર દ્વારા રજુઆત કરી છે છતાં પણ જાણે તેઓ અમારા આવેદનની અવગણના કરતા હોય તેવું લાગી રહ્યું છે. માટે આજે અમે મીડિયાને સંબોધન કર્યુ છે. અમારા પ્રશ્નો જેવા કે ખેડૂતોને પોષણક્ષમ ભાવમાં દરેક જણસને આવરી લેવી, ઘઉંની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી, રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવો, ખેત ઓજારો પર જી.એસ.ટી. દૂર કરવો વગેરે જેવી માંગણીઓનું નિવારણ મુખ્યમંત્રી વહેલી તકે કરે એવી અમારી અપીલ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો