CM ભક્તિમય:જેતપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું: અહીંથી સદવિચારો મેળવીને આપણે સેવાના કાર્યો કરવાના છે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે જેતપુર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા - Divya Bhaskar
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે જેતપુર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
  • રાજકોટના જેતપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ગાદી પટ્ટાભિષેક મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં CM ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
  • નિલકંઠ ચરણ દાસજી સ્વામી દ્વારા CMને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે આજે રાજકોટમાં જિલ્લાના જેતપુર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, અહીંથી સદવિચારો મેળવીને આપણે સેવાના કાર્યો કરવાના છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું

આસ્થાથી હું પણ અહીં આશીર્વાદ લેવા આવ્યો છું.
વધુમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલે હરિ ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, તમે જે આસ્થાથી અહીં બેઠા છો એ આસ્થાથી હું પણ અહીં આશીર્વાદ લેવા આવ્યો છું. અમે સૌ જનતાની સારી રીતે સેવા કરી શકીએ ,જનતાના સારા કાર્યો થાય તેમજ નાનામાં નાના માણસ છેવાડાના માણસની સેવા કરી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણના- સંતોના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરું છું.

નિલકંઠચરણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા
નિલકંઠચરણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા

રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા
આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન ખાતે યોજાયેલા મહોત્સવમાં સહભાગી થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં નિલકંઠચરણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...