તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • At The Risk Of His Life, He Takes The Patient To The Hospital, Pays For The Medicine, Gives A Tiffin To The Patient At Home.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના સેવાભાવી લોકો:કોઇક જીવના જોખમે દર્દીને હોસ્પિટલે લઈ જાય છે તો કોઇક દવાનો ખર્ચ ભોગવે છે અને ઘરે સારવાર લેતા દર્દીને ટિફિન આપે છે

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઉદ્યોગપતિ, મહિલા, વેપારીઓ, સેવાભાવી સંસ્થા જરૂરિયાતમંદ દર્દીની વહારે આવ્યા

કોરોનાની મહામારી ચાલી રહી છે. લેભાગુ તત્ત્વો ફ્રૂટથી લઇને જીવન-જરૂરિયાતની ચીજવસ્તુનો સંગ્રહ કરી તેના કાળાબજાર કરે છે. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિ, મહિલાઓ, સેવાભાવી સંસ્થા, વેપારીઓ જરૂરિયાતમંદ દર્દીની વહારે આવ્યા છે. જે દર્દીઓને જીવના જોખમે હોસ્પિટલે લઈ જાય છે, દવાનો ખર્ચ ભોગે છે અને હોમ આઈસોલેટેડ દર્દીના ઘરે ટિફિન પહોંચાડે છે.

દર્દીને હેરાન થતા જોઈ પોતાની ત્રણ કાર સેવામાં આપી દીધી
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન કોરોનાની મહામારીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવા માટે વાહન માટે હેરાન ન થવું પડે અને ખાનગી વાહનોને ઊંચા ભાડાં ન ચૂકવવા પડે તે માટે પોતાની ત્રણ કાર દર્દીની સેવામાં મૂકી દીધી. જે દર્દીને તેના ઘરેથી હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલેથી ઘરે લઈ જાય છે. અત્યાર સુધીમાં 100 દર્દી આ સેવાનો લાભ લીધો છે.

મજૂર પરિવારના દર્દીની દવા, રિપોર્ટનો ખર્ચ 10 મિત્ર ઉઠાવે છે
કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા દિવ્યેશ પાંભર અને તેના 10 મિત્ર મજૂર પરિવારના દર્દીની દવા, રિપોર્ટનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. દિવ્યેશભાઈ જણાવે છે કે, પ્રિસ્ક્રિપ્શન ચેક કર્યા બાદ જે તે લેબ - મેડિકલે મોકલી આપવામાં આવે છે અને ત્યાં તેનો ટેસ્ટ કે દવા લીધા બાદ પેમેન્ટ અપાઇ છે. રોજના 100 સીટી સ્કેન, 200 રિપોર્ટ અને મેડિકલનો લાભ દર્દીઓ લે છે.

મહિલાઓએ રૂ.10 લાખ સુધીની રાશનકિટ, દવા દર્દીઓને આપી
રાજકોટની 25 મહિલાની ટીમે અત્યાર સુધી કોરોનાના દર્દી અને તેના પરિવારજનો સુધી રૂ.10 લાખની કિંમતની રાશનકિટ, દવા તેમજ ટિફિન સેવા પહોંચાડી છે. પ્રીતિબેન ભટ્ટ જણાવે છે કે, તેની ટીમમાં 20 વર્ષની યુવતીથી લઇને 70 વર્ષના વૃદ્ધા પણ કામ કરે છે. કુલ ત્રણ ટીમમાં સમગ્ર કામગીરી વહેંચી દેવામાં આવી છે. તમામ ટીમો અલગ-અલગ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો