• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Press Conference Held At Hemugadhvi Natyagriha, Vajubhai Wala Said, "Have Fun, Have Diarrhea, If We Are Wrong, Hold Our Ears Too."

પૂર્વ રાજ્યપાલની મોજ:હેમુગઢવી નાટ્યગૃહ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વજુભાઇ વાળાએ કહ્યું- મોજમાં રહોને ડાયરા કરો, અમે ખોટા હોય તો અમારા કાન પણ પકડજો

રાજકોટ9 મહિનો પહેલા
આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા
  • રાજકોટમાં વજુભાઇના ચેરમેન પદે ફરી સરગમ ક્લ્બ શરુ થશે
  • CMના હસ્તે હેમુગઢવી નાટ્યગૃહનું ઉદ્દઘાટન થશે : સરગમ ક્લબના પ્રમુખ
  • સરગમ ક્લ્બ સંચાલિત રૂ.૬ કરોડના ખર્ચે હેમુ ગઢવી નાટ્યગૃહમાં રીનોવેશન કરાયું

રાજકોટમાં આજે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મોજમાં રહોને ડાયરા કરો, અમે ખોટા હોય તો અમારા કાન પણ પકડજો. ઉલ્લેખનીય છે કે રાજકોટના અતિપ્રાચીન હેમુગઢવી હોલનું હાલ નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

વિજય રૂપાણીએ સતત માર્ગદર્શન આપ્યું હતું
વધુમાં વજુભાઇએ જણાવ્યું હતું કે,1982થી સરગમ કલબ સંસ્થા રાજકોટમાં કામ કરી રહી છે. આ સંસ્થા આજે વટવૃક્ષ થઈ ગઈ છે અને રાજ્ય સરકારે અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. આજે અમને આનદં છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટગૃહ નમૂના રૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા

CMના હસ્તે હેમુ ગઢવી નાટ્યગૃહનું ઉદ્દઘાટન થશે : સરગમ ક્લબના પ્રમુખ
આ અંગે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ ક્લ્બ સંચાલિત રૂ.૬ કરોડના ખર્ચે હેમુ ગઢવી નાટ્યગૃહમાં રીનોવેશન કરાયું છે. કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બધં હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ CM વિજય રૂપાણીના હસ્તે તેનું ઉદ્દઘાટન કરવામાં આવશે. તથા અંદાજિત તા.18 સપ્ટેમ્બરથી નાટગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે.

હેમુગઢવી હોલની ફાઈલ તસ્વીર
હેમુગઢવી હોલની ફાઈલ તસ્વીર

અનેક નવી સુવિધા ઉભી કરવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અધતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન મમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...