તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કાર ખસેડવા મુદ્દે મહિલાને હથોડી ઝીંકી, કાચ ફોડ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ભગવતીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બજરંગવાડી-13માં રહેતા પ્રભાબેન શામજીભાઇ ચાવડા નામના પ્રૌઢાએ ભગવતીપરા-2માં રહેતા સંજયભાઇ અને તેના પત્ની માલતીએ માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિનું ગેરેજ ભગવતીપરામાં આરોપીના ઘર પાસે આવેલું છે. દરમિયાન ગેરેજ પાસે કાર રાખી હોય તે લઇ અન્ય સ્થળે રાખવાના મુદ્દે દંપતીએ પતિ અને પોતાની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં સંજયભાઇએ પોતાને પકડી રાખી માલતીબેને હથોડીથી હુમલો કરી માથામાં તેમજ કાનમાં ઘા ઝીંકી દઇ ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ દંપતીએ ગેરેજ પાસે કારના કાચ ફોડી નાખી નુકસાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો