ગાંધીના ગુજરાતમાં ગાંધી વિરોધી કવિતાનું પઠન:સૌ.યુનિ.ના કવિ સંમેલનમાં કવિએ કહ્યું: હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી'

રાજકોટ2 મહિનો પહેલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલા અખંડ કવિ સંમેલનમાં મહાત્મા ગાંધીના વિરોધરૂપ કવિતાના પઠનથી વિવાદ સર્જાયો છે. કવિ દેવકૃષ્ણ વ્યાસે કવિતા પઠન કર્યું કે, ' હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી'

તુમ ખલનાયક કૈસે જીત ગયે
મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસ ગાંધીજીને અનુલક્ષીને કવિતા લલકારી હતી જેના શબ્દો આ મુજબ હતા 'સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; એક હઠ ધર્મી જીન્હા થા તો ઉસકી બાતેં માની કયો, આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી'. જેને લઈને હાલ વિવાદ સર્જાયો છે.

સતત 24 કલાક સુધી કવિતાનું પઠન કર્યુ હતું
ગત 31 જુલાઇ 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કવિઓએ સતત 24 કલાક સુધી કવિતાનું પઠન કર્યુ હતું. જેમાં મધ્યપ્રદેશના દેવાસ શહેરના કવિ દેવકૃષ્ણ વ્યાસની કાવ્ય પંક્તિથી વિવાદ સર્જાયો છે. ત્યારે જોવાનું રહેશે કે ગાંધીપ્રેમીઓ દ્વારા આ મુદ્દે શું પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવે છે.

કોંગ્રેસના નેતા નિદત બારોટ
કોંગ્રેસના નેતા નિદત બારોટ

કવિ સામે FIR નોંધવામાં આવે: કોંગ્રેસના નેતા
આ અંગે ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસના નેતા નિદત બારોટએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે કાવ્ય મહાકુંભ યોજયો હતો તેમાં મધ્યપ્રદેશના થી આવેલા કવિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાનજનક કવિતા રજૂ કરી આ સમયે ગુલાબદાસ બ્રોકર ચેરના કો-ઓર્ડીનેટર મનોજ જોશીએ પણ કવિતાને ખૂબ જ સારી ગણાવી હતી. અમારી માંગ છે કે મનોજ જોશીનું રાજીનામું લઈ લેવું જોઈએ અને કવિ સામે FIR નોંધવામાં આવે.

ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી
ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી

તટસ્થ તપાસ કરવામાં આવશે: કુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે અને ગુલાબદાસ બ્રોકર ચેરના કો-ઓર્ડીનેટર મનોજ જોશીની પુછપરછ પણ કરવામાં આવશે. જો ભૂલ જણાશે તો તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...