ભારત-પાકિસ્તાન T-20 મેચ:રાજકોટમાં ‘ત્રિકોણ બાગ કા રાજા’ના પંડાલમાં બાપા સમક્ષ સ્ટમ્પ-બોલ મૂકાયા, ભારતની જીત માટે મહાપૂજા, ‘વી વીન ઈન્ડિયા’ના નારા લાગ્યા

રાજકોટ3 મહિનો પહેલા

આજે સાંજ એશિયાકપની ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 મેચનો જંગ જામશે. આજે ભારત માટે ફરી સુપર સન્ડે જાહેર થાય તે માટે દેશભરના ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ પંડાલ પણ ક્રિકેટ ફિવરમાં ફેરવાયા છે. રાજકોટના સૌથી મોટા અને વર્ષોથી જાણીતા ‘ત્રિકોણ બાગ કા રાજા’ના પંડાલમાં ગણપતિ બાપા સમક્ષ સ્ટમ્પ અને બોલ મૂકવામાં આવ્યા છે. તેમજ ભારતની જીત થાય તે માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આયોજકો દ્વારા ‘વી વીન ઇન્ડિયા’ના નારા લગાવવામાં આવ્યા હતા.

તિરંગો હંમેશા લહેરાય તેવી અમારી ભાવના
આયોજક જિમી અડવાણીએ જણાવ્યું હતું કે, અમારા ગણપતિ બાપા આસ્થાનું કેન્દ્ર છે અને હજારો શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી કરે છે. ગણપતિ દેવ દુંદાળા દેવ છે, જે માગો તે મળે એવી આસ્થા હોય છે. આજે એક આયોજક તરીકે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે એટલે અમે પણ આપણા દેશ પ્રત્યે વફાદાર છીએ. આપણો દેશ પર ટોચ પર બિરાજમાન રહે અને તિરંગો હંમેશા લહેરાય તેવી અમારી ભાવના છે તે અંતર્ગત પંડિતો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી છે. ભારત વિજયી ભવ થાય તેવી લાગણી, માગણી સાથે પૂજા કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે. આપણા દેશના ખેલાડીઓ જોમમાં રહે અને જીતીને આવે તેવી બાપાને પ્રાર્થના કરીશું.

ભારતની જીત માટે બાપાની વિશેષ પૂજા કરવામાં આવી.
ભારતની જીત માટે બાપાની વિશેષ પૂજા કરવામાં આવી.

ભારતની જીત માટે વિશેષ પૂજા રખાઇ છે
શાસ્ત્રી મયુર દવેએ જણાવ્યું હતું કે, વિજયી ભવમાં ઘણા બધા શ્લોકો બતાવવામાં આવ્યા છે. આખું વિશ્વ છે તેને પામવા માટે તમે ભક્તિ કરો એટલે વિજય જરૂર મળે છે. આજે વિજયી પ્રાપ્તી માટે પૂજા કરવામાં આવશે. ભારત જીતે એની પૂજા કરવામાં આવશે. દરરોજ અહીં પૂજા થાય જ છે પણ આજે ભારતની જીત થાય તે માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આને મહાપૂજા પણ કહેવાય છે.

પંડાલમાં વી વીન ઇન્ડિયાના નારા લાગ્યા.
પંડાલમાં વી વીન ઇન્ડિયાના નારા લાગ્યા.

હોટલ-ફાર્મ હાઉસમાં લાગશે બિગ સ્ક્રિન
ભારતની જીત માટે આજે નાનાથી માંડી વડીલો સુધીના લોકો ભગવાનને પ્રાર્થના અને પૂજા પાઠ કરશે. આજે પણ રાજકોટમાં ફરી ક્રિકેટ ફિવર જામ્યો છે. ફાર્મ હાઉસ અને હોટલમાં બિગ સ્ક્રિન ગોઠવવામાં આવશે અને રાજકોટવાસીઓ આ મેચ નિહાળીને ભારતની ટીમનો જુસ્સો વધારશે.

બાપા સમક્ષ બેટ-બોલ અને સ્ટમ્પ મૂકવામાં આવ્યા.
બાપા સમક્ષ બેટ-બોલ અને સ્ટમ્પ મૂકવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...