તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Government Covid Care Center In Upleta, The Writer Created A Positive Atmosphere With The Flow Of Literature And Increased The Morale Of The Patients.

કલારૂપી સેવા:ઉપલેટાના સરકારી કોવિડ કેર સેન્ટરમાં સાહિત્યકારે સાહિત્યની સરવાણીથી પોઝિટિવ વાતાવરણ ઉભું કરી દર્દીઓનો જુસ્સો વધાર્યો

3 મહિનો પહેલા
કોરોનાને ભૂલી જીવન જીવવા તરફ નવો અભિગમ
  • લોકોને દવાની સાથે હિંમત અને જુસ્સાની પણ ખાસ જરૂર હોય છે

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત ચાલી રહેલા સરકારી કોવીડ કેર સેન્ટરની અંદર દાખલ થયેલા દર્દીઓને મનોરંજન, હાસ્યરસ અને હિંમત તેમજ રોગની તકલીફ દૂર કરવા અર્થે ઉપલેટા શહેરના જ વતની દેવરાજ ગઢવી દ્વારા દાખલ થયેલ દર્દીઓને સાહિત્યના અને હાસ્યના તમામ પ્રસંગોના મધુર રસપાન કરાવી દર્દીઓને ખુશ કરવા અને પીડામાંથી રાહત આપી દર્દીઓ વહેલી તકે સાજા થાય તે માટે હિંમત આપી હતી જેના થકી દર્દીઓનું માનસિક મનોબળ મજબૂત બને અને પોઝિટિવ વાતાવરણ સાથે જલ્દી કોરોનાને મ્હાત આપી શકે

લોકોને દવાની સાથે હિંમત અને જુસ્સાની પણ ખાસ જરૂર હોય છે
ઉપલેટા સરકારી કોવિડ હોસ્પિટલની અંદર દાખલ થયેલા દર્દીઓને પણ આ સાહિત્યકારની વાણીથી અને તેમના કરાવાયેલા રસપાનને લઇ હિમ્મત, જોમ, જુસ્સો પણ આવી ગયો હતો ત્યારે આ સાહિત્યકાર દ્વારા પણ એવું જણાવાયું હતું કે લોકોને દવાની સાથે હિંમત અને જુસ્સાની પણ ખાસ જરૂર હોય છે જેથી. દેવરાજ ગઢવીએ પોતાની કળારૂપી સેવા આપી અને દર્દીઓને હિંમત અને જોમ જુસ્સો વધારવવા પ્રયાસ કર્યો હતો.

સાહિત્યકાર દેવરાજ ગઢવી
સાહિત્યકાર દેવરાજ ગઢવી

સાહિત્યનું રસપાન દર્દીઓને કરાવ્યું હતું
આ તકે દેવરાજ ગઢવી એ દર્દીઓને સૌરાષ્ટ્રનું લોકપ્રિય ગીત મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવુ રે..'. ગીત સંભળાવ્યું હતું અને સાથે સાથે વૃક્ષોમાંથી ઓક્સિજન મળતો હોવાથી વૃક્ષોનું જતન કરવું સહિતની વાતો કરી કરી સાહિત્યનું રસપાન દર્દીઓને કરાવ્યું હતું.આ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે દર્દીઓ પણ થોડીવાર માટે આ સ્થિતિ ભૂલીને જીવન જીવવા તરફ નવો અભિગમ અપનાવ્યો હતો. બીજીતરફ જ્યારે આવા દર્દીઓને સાથે લોકો અંતર રાખે છે ત્યારે તેમની નજીક જઈને કોઈ વાત કરે તો ખૂબ જ આનંદ મળે છે.

કોરોનાને ભૂલી જીવન જીવવા તરફ નવો અભિગમ
કોરોનાને ભૂલી જીવન જીવવા તરફ નવો અભિગમ
અન્ય સમાચારો પણ છે...