ધાર્મિક:18મીએ ચાતુર્માસની પૂર્ણાહુતિ, સાધુ-સંતો ફરી વિહાર કરશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનકવાસી જૈનોની ગુરુવારે ચૌમાસી પાખી

તીર્થંકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ - સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાનકે સ્થિરતા કરી સ્વયંની સાધના કરતાં હોય છે અને હળુ કર્મી આત્માઓને પણ આત્મ સાધનામાં જોડતાં હોય છે. કારતક વદ એકમ આવે એટલે જીવોની ઉત્પત્તિ ઓછી થઈ ગઇ હોય છે. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુ આજ્ઞાનું પાલન કરી સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, ગુરુવારે 18ના સ્થાનકવાસી જૈનોની ચૌમાસી પાખી છે.

રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મૂર્તિપૂજક સમુદાયના સાધુ-સાધ્વીજીઓ શુક્રવારથી એક સ્થાનેથી અન્ય સ્થાનકે વિહાર કરશે. જેવી રીતે સરકારી ખાતાઓમાં અમુક પોસ્ટ એવી હોય છે જેમ કે કલેક્ટર, કમિશનર, ન્યાયાધીશ વગેરેને સરકાર લાંબા સમય સુધી એક જ સ્થાન પર રહેવા દેતાં નથી પરંતુ તેઓની અન્ય સ્થાને બદલી થતી રહેતી હોય છે, તેવી જ રીતે અનંતજ્ઞાની ભગવંતોએ પણ અપાર કરુણા કરી કલ્પ અનુસાર જીવન જીવવાની આજ્ઞા ફરમાવી છે કે સાધુ- સંતો પણ રાગભાવ કે મોહપાશમાં ફસાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...