કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દી ડિસ્ચાર્જ, 40 દર્દી સારવાર હેઠળ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

શહેરમાં આજે નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ શહેરમાં 40 દર્દી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65431 પર પહોંચી છે. રાજકોટમાં બુધવારે માત્ર 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં 6665 નાગરિકો વેક્સિનેટ થયા
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 દિવસ સુધી મફત કોવિડ વેક્સિન બુસ્ટર ડોઝ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવી રહી છે. 6 સપ્ટેમ્બરના દિવસે સાંજ સુધીમાં બુસ્ટર ડોઝ તેમજ પહેલા કે બીજા ડોઝ મળીને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1877 તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 4788 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. આમ, આ દિવસે રાજકોટ જિલ્લામાં કુલ 6665 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

મચ્છરજન્ય રોગમાં ફરી ઉછાળો
રાજકોટ શહેરમાં કોરોના હળવો પડ્યા બાદ તંત્ર આખું મચ્છરજન્ય રોગની ચિંતા કરવા લાગ્યું છે અને આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયા વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. મનપાને ચાલુ વર્ષથી જ ડેન્ગ્યુ અને મલેરિયા વકરશે તેવો ભય સતાવી રહ્યો છે જેને લઈને સઘન ઝુંબેશ હાથ ધરી એક જ સપ્તાહમાં 738ને નોટિસ ફટકારી સૌથી વધુ 1,84,300 રૂપિયાનો આકરો દંડ વસૂલ્યો હતો. આમ છતાં તા. 22થી 29 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 8, મલેરિયાના 4 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો.આવી સ્થિતિમાં તંત્રની વ્યવસ્થાઓ એટલે કે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં જે કેસ નોંધાયા છે તેનાથી 10થી 12 ગણો આંક હોય તેટલા પ્રમાણમાં એપિડેમિક હશે તેવું માનીને કાર્યવાહી હાથ ધરાય છે.

અન્ય સમાચારો પણ છે...