તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Behest Of Cheteshwar Pujara's Guru At Gondal's Shriram Hospital, A Free Day care Unit Was Started For The Needy Patients, Accommodation And Meals Were Also Arranged.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં ચેતેશ્વર પુજારાના ગુરુની આજ્ઞાથી જરુરીયાત મંદ દર્દીઓ માટે વિનામૂલ્યે ડે-કેર યુનિટ શરૂ, રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરાઈ

ગોંડલ12 દિવસ પહેલા
  • આ યુનિટમાં 25થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

માનવ સેવા એજ પ્રભુ સેવના શુભ આશયથી ગોંડલમાં કાર્યરત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરુ હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી અનોખો સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે જેમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર કરવા માટે વિનામૂલ્યે ડે-કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટમાં ગરીબ અને જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

25થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
શ્રીરામ હોસ્પિટલની બાજુમાં બનતા અદ્યતન હોસ્પિટલના બિલ્ડીંગમાં હાલ દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા સાથે 25 જેટલા બેડ કાર્યરત છે. હાલ ની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજ એ આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર 2 દિવસ માં ડે-કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ હાલ 25થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે .

ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમય માં શરુ થશે.
હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી હોસ્પિટલ માં હાલ કોવિડ સેન્ટર કાર્યરત છે પરંતુ લોકોની હાલાકી અને ત્વરિત સારવાર ન મળતા દર્દીઓ ક્રિટિકલ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે હરિચારણદાસજી મહારાજના આશીર્વાદ થી વિનામૂલ્યે ડે-કેર યુનિટ શરૂ કરવા આવ્યું છે જેમાં દર્દીને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી સારવાર શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હાલ ઓક્સિજન ની પણ અછત હોઈ આગામી સમય માં હોસ્પિટલ ખાતે દાતાશ્રીઓના સહયોગ થી ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો