• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Beginning Of Shravan, 7 Lakh Liters Of Milk Per Day, Consumption Of 15000 Kg Of Flower, Price Of Lily Flower Is Rs. 400 Happened

ભાસ્કર વિશેષ:શ્રાવણના પ્રારંભે જ રોજનું 7 લાખ લિટર દૂધ, 15000 કિલો ફૂલની ખપત, લીલીના ફૂલનો ભાવ રૂ. 400 થયો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 400ના કિલો ગુલાબ અત્યારે રૂ. 40ના કિલો વેચાય છે

શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ દૈનિક દૂધ, ફૂલ, ફ્રૂટનો ઉપાડ વધ્યો છે. હાલ રાજકોટમાં દૈનિક 7 લાખ લિટર દૂધ, 15 હજાર કિલો ફૂલ ખપી જાય છે. લીલીના ફૂલની ડિમાન્ડ વધારે હોવાને કારણે તેના ભાવમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ રૂ. 40માં 1 હજાર નંગ મળતા લીલીના ફૂલનો ભાવ અત્યારે રૂ. 400 થયો છે, તો લાલ ગુલાબમાં વાવેતર વધુ હોવાને કારણે તેના ભાવમાં પણ મોટું અંતર જોવા મળે છે. અગાઉ રૂ. 400માં મળતા ગુલાબ અત્યારે રૂ. 40ના લેખે એક કિલો મળે છે. જ્યારે ઉપવાસમાં એક કરોડ રૂપિયાનું ફળાહાર ખવાય જાય છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ ખાનગી ડેરી એસોસિએશનના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં દૂધનો ઉપાડ 6.50 લાખ લિટર થાય છે, પરંતુ ભગવાન શિવને ચડાવવા માટે અને ઉપવાસ માટે પીવામાં, મીઠાઈ બનાવવામાં લેવાતું હોવાને કારણે વધારે 50થી 70 હજાર લિટર દૂધની ખપત રહે છે. મીઠાઈની ખપત પણ વાર- તહેવાર અને ઉપવાસને કારણે વધારે રહે છે.

જ્યારે ફૂલના વેપારી રવિભાઈ સરેસિયા જણાવે છે કે, અત્યારે ફૂલની ડિમાન્ડ ત્રણ ગણી વધી છે. અત્યારે દેશી અને વિદેશી ફૂલ બન્ને આવે છે, પણ વિદેશી ફૂલ લાંબો સમય તાજા રહેતા હોવાથી તેની ડિમાન્ડ વધારે રહે છે. ખેડૂતો બીલીપત્ર વેચવા માટે ગામડેથી રાજકોટ આવી રહ્યા છે. ખેડૂતો એક નંગ થેલી કે જેમાં 150થી 200 બીલીપત્ર આવે છે તે રૂ. 25માં વેચે છે.

જ્યારે આ જ બીલીપત્ર ગ્રાહકોને રૂ. 50થી 60 લેખે મળી રહી છે. હાલમાં ફૂલમાં સૌથી વધુ ડિમાન્ડ લીલીના ફૂલ અને ગલગોટાની રહે છે. જોકે ઉપવાસમાં ફ્રૂટની ડિમાન્ડ વધવાને કારણે તેના ભાવમાં વધારો આવ્યો છે. સફરજન રૂ. 200ના કિલો, નાસપતિ રૂ. 100, મોસંબી રૂ. 200 , ખારેક રૂ. 80થી 100ની કિલો લેખે મળી રહી છે.

રાજકોટ એક બાજુ લમ્પી વાઇરસને કારણે ડેરીમાં દૂધની આવક ઘટી છે. અને બીજી તરફ શ્રાવણ માસમાં સામાન્ય કરતા દૂધની ડિમાન્ડ વધી છે. આ સિવાય ડ્રાયફ્રૂટમાં પણ ખરીદી વધી છે. જોકે શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ હવે બજારમાં ખરીદીનો માહોલ રહેશે. જે દિવાળી સુધી જળવાઈ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...