• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Bahumali Bhavan In Rajkot, The Footwear Association Protested Against GST With A Banner, Saying: It Will Be Expensive For Ordinary People To Buy Footwear.

વિરોધ પ્રદર્શન:રાજકોટમાં બહુમાળી ભવન ખાતે GSTના વિરોધમાં ફૂટવેર એસો.ને બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા, કહ્યું: સામાન્ય લોકોને ફૂટવેર ખરીદવા મોંઘા પડશે

રાજકોટ14 દિવસ પહેલા
  • ફૂટવેરના વેપારીઓની માંગ: 12 ટકા માંથી GST પરત ખેંચી ફરી 5 ટકા કરવામાં આવે

રાજકોટમાં આજે બહુમાળી ભવન ખાતે સૌરાષ્ટ્ર ફૂટવેર એસોસિએશન દ્વારા ફૂટવેર પર 12 ટકા GSTના વધારા મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને ફૂટવેર ખરીદવા મોંઘા પડશે

GST પરત ખેંચી ફરી 5 ટકા કરવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ફૂટવેર પર 5 ટકા GST હતો જે વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જે પરત ખેંચવામાં આવે તેવી માંગ છે. કારણ કે, 1000 રૂપિયાના ફૂટવેર પર 12 ટકા GST લગાવવામાં આવતા સામાન્ય લોકોને ફૂટવેર ખરીદવા મોંઘા પડશે. જ્યારે કાપડના વેપારીઓ પર લગાવવામાં આવેલ 12 ટકા GST પરત ખેંચવામાં આવ્યો છે. ત્યારે ફૂટવેરના વેપારીઓની માંગ છે કે 12 ટકા માંથી GST પરત ખેંચી ફરી 5 ટકા કરવામાં આવે.

આખો ધંધો તૂટી જશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ફૂટવેર પર પહેલા GST કે કોઇપણ પ્રકારનો વેરો નહતો. સરકારે 5 ટકા GST નાંખી દીધો ! આ નિર્ણયનો અમે સ્વીકાર કર્યો હવે સરકાર 12 ટકા GST નાંખવાની વાત કરે છે તે અયોગ્ય છે. આખો ધંધો તૂટી જશે. ફુટવેર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય.તેમાં GST લડવાની જરૂર જ નથી. હાલ કાચા માલનો ભાવ વધવાથી મોંઘવારીના સમયમાં વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે.