તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગીત થેરાપી:રાજકોટની સમરસ હોસ્ટેલમાં કાચી કેરી ને., અમે ગુજરાતી લ્હેરી લાલા સોંગ પર સ્ટાફ સાથે દર્દી ઝૂમ્યા, દર્દીઓને રોગ ભૂલાવવા અનેરો પ્રયાસ

રાજકોટ14 દિવસ પહેલા
ર્દીઓ પણ કાઉન્સિલર ટીમ સાથે તાલ મિલાવી મગ્ન રહે છે.
  • ગીત-સંગીતની સાથે મન હળવું બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે

રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર તો આપવામાં આવી રહી છે. પરંતુ આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે. જેમાં કાચી કેરી ને., અમે ગુજરાતી લ્હેરી લાલા સોંગ પર સ્ટાફ સાથે દર્દી ઝૂમી ઉઠ્યા હતા. અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે.

સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. હાલ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે. જોકે આ બધા વચ્ચે સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી છે. રાજકોટ સમરસ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીની તબીબો તો સારવાર આપી જ રહ્યા છે. પરંતુ સાથેસાથે દર્દીઓ માનસિક તણાવ ન અનુભવે તે માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી છે. આ ટીમ દર્દીઓનું કાઉન્સિલિંગ કરે છે.

કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી જાય છે
જે રીતે વીડિયો સામે આવ્યા છે તેમાં કાઉન્સિલર ટીમ દ્વારા દર્દી સાથે ખૂબ પ્રેમાળ અને હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. તેમજ તેમના પરિવારજનો સાથે પણ એક પોઝિટિવ ઊર્જાસભર વાતચીત વીડિયો કોલ માધ્યમથી કરાવી આપે છે. આ સમયે કાઉન્સિલર એક રૂમમાં વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમતા વીડિયો સામે આવ્યા છે. જેમાં કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તનમાં મગ્ન થઇ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો